નવીદિલ્હી, ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયન સરકારે વિઝાના નિયમો કડક બનાવ્યા છે. વિદ્યાર્થીની જેન્યુઈન સ્ટુડન્ટ ટેસ્ટ લેવામાં આવશે. જ્યારે સ્નાતક વિઝા માટે આઇઇએલટીએસ સ્કોર ૬.૦ થી વધારીને ૬.૫ કરાયો છે. સ્ટુડન્ટ વિઝા માટે આઇઇએલટીએસ ૫.૫ થી વધારી ૬.૦ કરાયો છે. ઉપરાંત અરર્જીક્તાઓએ ૨૪૫૦૫ ડોલરની બચત બતાવવી પડશે.
કેનેડા બાદ ઓસ્ટ્રેલિયા જવું ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ બનશે. કેમ કે ઓસ્ટ્રેલિયા સરકારે વિઝાના નિયમો કડક બનાવ્યા છે. વિદ્યાર્થીઓનો વિઝાની પ્રક્રિયા સાથે જેન્યુઇન સ્ટુડન્ટ ટેસ્ટ લેવાશે. વિદ્યાર્થી ખરેખર અભ્યાસ માટે જઇ રહ્યો છે કે કેમ તે અંગે નિર્ણય લેવાશે. આ ઉપરાંત વિઝા માટે અરજી કરનાર વિદ્યાર્થીએ ૨૪.૫૦ હજાર ડોલરની બચત બતાવવી પડશે.
કેનેડા અને યુકે પછી ઓસ્ટ્રેલિયા અભ્યાસ વિઝા માટે તેના ઇમિગ્રેશન નિયમોને વધુ કડક બનાવવાની તૈયારી કરી છે. ૨૩ માર્ચથી જેન્યુઈન સ્ટુડન્ટ જરૂરિયાત વિદ્યાર્થી વિઝા માટે જેન્યુઈન ટેમ્પરરી એન્ટ્રન્ટની નિયમોમાં બદલાવ કર્યો છે. આ ફેરફારની જાહેરાત ૧૧ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ કરવામાં આવી હતી, પરંતુ તે ૨૩ માર્ચ ૨૦૨૪ પછી ફાઇલ કરાયેલ વિઝા અરજીઓ પર જ લાગુ થશે. અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયામાં અસ્થાયી રૂપે રહેવા અને પછી વતન પરત જવાના ઈરાદાને દર્શાવવા માટે જીટીઇ સ્ટેટમેન્ટ વિઝા અરજી પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. નવા નિયમો મુજબ ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા માટે આઇઇએલટીએસ સ્કોર વધીને ૬.૫ થશે. વિદ્યાર્થી વિઝા માટે આઇઇએલટીએસ ૫.૫ થી વધીને ૬.૦ થશે. જ્યારે ટીજીવી માટે ટેસ્ટ વેલિડિટી વિન્ડો ૩ વર્ષથી ઘટીને ૧ વર્ષ થશે ટીજીવી અરજદારોએ વિઝાની અરજીની તારીખથી એક વર્ષમાં અંગ્રેજી ભાષાની પરીક્ષા પુર્ણ કરવાની છે.
ઓસ્ટ્રેલિયન સરકારે તમામ વિદેશી વિદ્યાર્થીઓ માટે એક નવી પરીક્ષા પણ લેવામાં આવનાર છે. ઉચ્ચ જોખમ ધરાવતા વિદ્યાર્થીઓની અરજીઓની હવે ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થી વિઝા માટે પાત્ર બનવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની બચતની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અરજદારોએ હવે બચતમાં ૨૪,૫૦૫નો પુરાવો રજુ કરવો પડશે. બતાવવાની જરૂર છે. ઓસ્ટ્રેલિયન સરકાર અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓના પુરાવા, ઇમિગ્રેશન ,વિઝાની શરતો સહિત સંખ્યાબંધ પરિબળો યાનમાં રાખી કેન્દ્રીત કર્યા છે.