લંડન, ભારતીય મૂળના બ્રિટિશ દંપતીને ઓસ્ટ્રેલિયન કોર્ટે ડ્રગની દાણચોરી બદલ ૩૩ વર્ષની જેલની સજા ફટકારી છે. આ એ જ દંપતી છે જેના પર ગુજરાતમાં તેમના દત્તક પુત્રની હત્યા કરવાનો આરોપ છે. ભારતે બ્રિટન પાસે દંપતીના પ્રત્યાર્પણની પણ માંગ કરી હતી. હવે ઓસ્ટ્રેલિયાની કોર્ટે પણ તેમને દોષિત જાહેર કર્યા છે.
મીડિયા અહેવાલો અનુસાર, ઓસ્ટ્રેલિયાની સાઉથવાર્ક ક્રાઉન કોર્ટમાં સોમવારે સુનાવણી બાદ જ્યુરીએ ભારતીય મૂળની આરતી ધીર (૫૯) અને કંવલજીત સિંહ રાયજાદા (૩૫)ને નિકાસના ૧૨ અને મની લોન્ડરિંગના ૧૮ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે મંગળવારે દંપતીને ૩૩ વર્ષની જેલની સજા ફટકારી છે. જોકે, સુનાવણી દરમિયાન ધીર અને રાયઝાદાએ ડ્રગ્સની નિકાસ અને મની લોન્ડરિંગના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા હતા. ડ્રગ સ્મગલિંગનો મામલો મે ૨૦૨૧નો છે.
રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ઑસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે મે ૨૦૨૧માં સિડની ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી છ ટૂલબોક્સ જપ્ત કર્યા હતા. ટૂલબોક્સ યુકેથી ઓસ્ટ્રેલિયા પહોંચ્યું હતું. તેમાંથી ટીમે ૫૭ મિલિયન પાઉન્ડની કિંમતનું કોકેન રિકવર કર્યું હતું. આ પછી જ્યારે નેશનલ ક્રાઈમ એજન્સીએ તપાસ શરૂ કરી તો રાયજાદા અને ધીરના નામ સામે આવ્યા. એનસીએના નિવેદન અનુસાર, ટૂલબોક્સમાં ૫૧૪ કિલો કોકેન જપ્ત કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયામાં કોકેઈનની કિંમત બ્રિટન કરતાં ઘણી વધારે છે. જથ્થાબંધ રીતે, બ્રિટનમાં એક કિલો કોકેઈનની કિંમત ૨૬ હજાર પાઉન્ડ છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં એક કિલો કોકેઈનની કિંમત ૧૧૦,૦૦૦ પાઉન્ડ છે.
એનસીએની તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંનેએ કન્સાઈનમેન્ટની દાણચોરી માટે વાઈફલાય ફ્રેઈટ સવસ નામની કંપની સ્થાપી હતી. કંપનીની રચના જૂન ૨૦૧૫માં થઈ હતી. બંને આરોપીઓ કંપનીની રચના થઈ ત્યારથી અલગ-અલગ સમયે તેના ડિરેક્ટર હતા. જપ્ત કરાયેલા ટૂલબોક્સના પ્લાસ્ટિક રેપિંગ પર રાયઝાદાના ફિંગરપ્રિન્ટ્સ મળી આવ્યા હતા. ટૂલબોક્સના ઓર્ડરની રસીદ કપલના ઘરેથી મળી આવી છે.