નવીદિલ્હી,
સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઓસ્ટ્રેલિયાએ એવી એક શરૂઆત છે જેનો ઉદ્દેશ વૈજ્ઞાનિકો પ્રત્યે સમાજની રૂઢિચુસ્ત ધારણાઓને તોડી પાડવાનો છે. જી્છ ટેક્નોલોજી ક્ષેત્ર સાથે સંકળાયેલા ૧,૦૫,૦૦૦ વૈજ્ઞાનિકો તેનું પ્રતિનિધિત્વ કરે છે.
ઓસ્ટ્રેલિયાની STEM સુપરસ્ટાર તરીકે ભારતીય મૂળની ત્રણ મહિલાઓની પસંદગી કરવામાં આવી છે. તેમણે ૬૦ વૈજ્ઞાનિકો, ટેક્નોલોજીસ્ટ, એન્જિનિયરો અને ગણિતશાીઓમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. નીલિમા કડિયાલા, ડૉ. અના બાબુરામણી અને ડૉ. ઇન્દ્રાણી મુખર્જીએ વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતના ૬૦ ટોચના વૈજ્ઞાનિકોની યાદીમાં સ્થાન મેળવ્યું છે.
નીલિમા કડિયાલા: તેઓ ચેલેન્જર લિમિટેડમા TIT પ્રોગ્રામ મેનેજર છે. તેમની પાસે નાણાકીય સેવાઓ, સરકાર અને FMOG સહિત વિવિધ ઉદ્યોગોમાં ૧૫ વર્ષથી વધુનો અનુભવ છે. અહેવાલ મુજબ, તે ઈન્ફોર્મેશન સિસ્ટમ્સમાં માસ્ટર ઓફ બિઝનેસ માટે ૨૦૦૩માં ઓસ્ટ્રેલિયા ગયા હતાં.
ડૉ. અના બાબુરામણી: તેઓ ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગ્રુપમાં વૈજ્ઞાનિક સલાહકાર છે. તે મગજના વિકાસ અને કાર્ય સાથે સંબંધિત વિષયો પર કામ કરે છે. તેમણે મોનાશ યુનિવસટીમાંથી પીએચડી કર્યું છે. આ પછી યુરોપમાં પોસ્ટ-ડોક્ટરલ સંશોધક તરીકે ૧૦ વર્ષ કામ કર્યું.
ડો. ઈન્દ્રાણી મુખર્જી: તેઓ તસ્માનિયા યુનિવસટીનમાં ભૂસ્તરશાી છે. તેઓ જૈવિક ચેપ સંબંધિત વિષયો પર અભ્યાસ કરી રહ્યા છે. તેઓ જીઓલોજી કોમ્યુનિકેશન્સ અને તાસ્માનિયામાં પોસ્ટડોક્ટરલ સંશોધક તરીકે કામ કરે છે. શ્રીલંકન મૂળની મહિલા વૈજ્ઞાનિકોની પણ આ સન્માન માટે પસંદગી કરવામાં આવી છે.