મેલબોર્ન,ઓસ્ટ્રેલિયાની ઓછામાં ઓછી પાંચ યુનિવર્સિટી ઓએ ભારતના કેટલાક રાજ્યોના વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ૭૫,૦૦૦ની ૨૦૧૯ની ઊંચી બોગસ અરજીઓને વટાવી શકે છે. સિડની મોનગ હેરાલ્ડ અખબારે મંગળવારે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સંખ્યામાં હાલના વધારાથી ઓસ્ટ્રેલિયાની ઇમિગ્રેશન સિસ્ટમ અને દેશના આકર્ષક આંતરરાષ્ટ્રીય શિક્ષણ બજાર પર સંભવિત લાંબા ગાળાની અસર અંગે ધારાશાીઓ અને શિક્ષણ ક્ષેત્રની ચિંતાઓ વધી છે.
ગ્લોબલ એજ્યુકેશન ફર્મ ના જ્હોન ચ્યુએ જણાવ્યું હતું કે, આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા અપેક્ષા કરતા ઘણી વધારે છે. તેમણે કહ્યું, અમે જાણતા હતા કે સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે, પરંતુ તેની સાથે નકલી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. અહેવાલમાં ઉમેર્યું હતું કે ઘણી યુનિવર્સિટીઓ હવે પરિસ્થિતિનો સામનો કરવા માટે નિયંત્રણો લાદી રહી છે. ધ એજ અને ધ સિડની મોર્નિંગ હેરાલ્ડ અખબારો અનુસાર, વિક્ટોરિયા યુનિવર્સિટી, એડિથ કોવાન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગ, ટોરેન્સ યુનિવર્સિટી અને સાઉથ ક્રોસ યુનિવર્સિટીએ ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓ પર પ્રતિબંધાત્મક પગલાં લીધાં છે.
ફેબ્રુઆરીમાં, પર્થ સ્થિત એડિથ કોવાન યુનિવર્સિટીએ ભારતીય રાજ્યો પંજાબ અને હરિયાણાના અરજદારો પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ, માર્ચમાં, વિક્ટોરિયા યુનિવર્સિટીએ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિત આઠ ભારતીય રાજ્યોના વિદ્યાર્થીઓની અરજીઓ પર પ્રતિબંધ લંબાવ્યો. ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે તેમની ભારત મુલાકાત દરમિયાન યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે નવા કરારની જાહેરાત કર્યા બાદ આ વિકાસ થયો છે.