અમદાવાદ,
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયા ૪૮૦ રનમાં ઓલઆઉટ થયું હતું. જેના જવાબમાં બીજા દિવસના અંત સુધીમાં ભારતનો સ્કોર ૩૬/૦ રહ્યો છે. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન રોહિત શર્મા ૧૭ રને અને શુભમન ગિલ ૧૮ રને ક્રિઝ પર છે.
ઓસ્ટ્રેલિયા ૪૮૦ રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ ઉસ્માન ખ્વાજાએ ૪૨૨ બોલમાં ૧૮૦ રન ફટકાર્યા હતા. તો કેમરૂન ગ્રીને ૧૭૦ બોલમાં ૧૧૪ રન બનાવ્યા હતા. પૂંછડિયા બેટર ટૉડ મર્ફીએ ૪૧ રન કર્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ આર. અશ્ર્વિને ૬ વિકેટ ઝડપી હતી. તો શમીએ ૨ વિકેટ લીધી હતી, જ્યારે જાડેજા અને અશ્રરને ૧-૧ વિકેટ મળી હતી.
ટીમના કેપ્ટન પેટ કમિન્સના માતાનું લાંબી માંદગી બાદ નિધન થતાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો ઉસ્માન ખ્વાજા અને કેમેરોન ગ્રીન હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઊતર્યા હતા. બંનેએ કેપ્ટન પેટ કમિન્સની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
આ પહેલાં કેપ્ટન સ્ટીવ સ્મિથ ૩૮, ટ્રેવિસ હેડ ૩૨, પીટર હેન્ડ્સકમ્બ ૧૭ અને માર્નસ લાબુશેન ૩ રન બનાવી આઉટ થયા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ ૨ વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્ર્વિનને ૧-૧ વિકેટ મળી હતી.
ઓસ્ટ્રેલિયાની ટીમની શાનદાર શરૂઆતમાં ટોપ-મિડલ ઓરેડર પર પાર્ટનપરશીપનું મહત્વનું યોગદાન રહ્યું છે. ખ્વાજા સિવાય તેનો અન્ય કોઈ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો નહોતો, પરંતુ ખ્વાજાએ ત્રણ અડધી સદીની ભાગીદારી કરી હતી. તેણે ઓપનર ટ્રેવિસ હેડ (૩૨ રન) સાથે ૬૧ રન, સ્ટીવ સ્મિથ (૩૮ રન) સાથે ૭૯ રન અને કેમેરોન ગ્રીન (૪૯ રન) સાથે અણનમ ૮૫ રન કર્યા છે.