ઔરંગાબાદ,અરિજિત સિંહ તેના ગીતોને કારણે અવાર-નવાર લાઈમલાઈટમાં રહે છે, પરંતુ તાજેતરમાં તે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પોતાના કોન્સર્ટને કારણે ચર્ચામાં આવ્યો છે. ખરેખર આ દિવસોમાં તે દેશભરમાં કોન્સર્ટ કરી રહ્યો છે. અત્યાર સુધી તેણે દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં કોન્સર્ટ કર્યા છે. રવિવારે ઔરંગાબાદમાં કોન્સર્ટ દરમિયાન એક પ્રશંસકે ગાયક સાથે એવી રીતે હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ઘાયલ થઈ ગયો.
વીડિયોમાં અરિજીત ફેન્સ સાથે વાત કરતો જોવા મળે છે. તે કહે છે, “તમે મને ખેંચી રહ્યા છો, મારો હાથ ધ્રૂજી રહ્યો છે. હું મારા હાથની મુવમેન્ટ કરી શક્તો નથી.” આ ઘટના ત્યારે બની જ્યારે એક ચાહકે અરિજિત સાથે હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો અને તેનો જમણો હાથ ખેંચી લીધો, જેના કારણે તે પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને ઈજાગ્રસ્ત થયો.
અરિજીતનો ફેન સાથે વાત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે કેટલાક લોકો આ સ્થિતિમાં શાંત રહેવા માટે ગાયકની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાકે આવા વર્તન માટે ચાહકની ટીકા કરી છે. એકે લખ્યું, ‘ગઈકાલની ઘટના વિશે વિચારવું શરમજનક છે.’ બીજાએ ગાયકની પ્રશંસા કરતા લખ્યું, ‘તેણે પોતાનો ગુસ્સો ગુમાવ્યો નથી અને તે તેને સંસ્કારી રીતે સમજાવી રહ્યો છે.’
તાજેતરમાં પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અરિજિતને ખાતરી આપી છે કે, તેમની સરકાર મુશદાબાદના જંગીપુર વિસ્તારમાં હોસ્પિટલ બનાવવા માટે તેમની મદદ કરવા માટે તમામ પ્રયાસો કરશે. મુખ્યમંત્રીએ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ખલીલુર રહેમાનને હોસ્પિટલના નિર્માણમાં ગાયકને સહકાર આપવા સૂચના આપી છે. જણાવી દઈએ કે માતાના નિધન બાદ અરિજિતે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ વિશે વાત કરી હતી. અત્યાર સુધીની સફર અરિજિત બોલિવૂડનો ફેમસ સિંગર છે, જે પોતાના અવાજથી લોકોને દિવાના બનાવે છે. તેણે સિંગિંગ રિયાલિટી શો ‘ફેમ ગુરુકુલ’થી પોતાની સફર શરૂ કરી હતી, જે તે જીતી શક્યો ન હતો.