- યુપીમાં અતીક અને તેના ભાઈના આતંકનો અંત
- પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે ગોળીબારમાં ઠાર થયો અતીક અને તેનો ભાઈ અશરફ
- ત્રણ હુમલાખોરોએ બન્ને ભાઈઓ પર કર્યું સીધું ફાયરિંગ
યુપીમાં ગેંગસ્ટર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફના આતંકનો અંત આવ્યો છે. શનિવારે મોડી રાતે પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે ત્રણ હુમલાખોરોના અંધાધૂંધ ફાયરિંગમાં બન્ને ભાઈઓ ઠાર માર્યાં ગયા હતા.
આખરે યુપીમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફના આતંકનો અંત આવ્યો છે. શનિવારે મોડી રાતે પ્રયાગરાજ મેડિકલ કોલેજમાં તપાસ માટે લઈ જતી વખતે મીડિયાકર્મી બનીને વચ્ચે આવેલા 3 હુમલાખોરોએ ઓટોમેટિક પિસ્તોલ વડે બન્ને ભાઈઓ પર સીધું ફાયરિંગ શરુ કરી દીધું હતું જેમાં બન્ને ભાઈઓ ત્યાંને ત્યાં ઠાર થયા હતા. બન્ને ભાઈઓને હાથે હથકડી પણ લગાડેલી જોવા મળતી હતી.
પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે ત્રણ હુમલાખોરોએ કર્યું ફાયરિંગ
મળતી માહિતી મુજબ, આ હુમલો પ્રયાગરાજમાં કોલવિન હોસ્પિટલ પાસે ત્યારે થયો જ્યારે પોલીસ ટીમ અતિક અને અહેમદને લઈ જઈ રહી હતી. દરમિયાન ત્રણ-ચાર હુમલાખોરો અચાનક વચમાં પહોંચી ગયા હતા અને ઝડપથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસે ઘટનાસ્થળેથી હુમલાખોરોને ઝડપી લીધા છે. આ સમગ્ર હુમલો મીડિયા અને પોલીસની સામે કરવામાં આવ્યો છે. જ્યારે બંને આરોપીઓ પર ફાયરિંગ થયું ત્યારે આ સમગ્ર ઘટના કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે.
ત્રણ હુમલાખોરોની અટકાયત
અતીક અહેમદ પર ગોળી ચલાવનાર ત્રણ હુમલાખોરોની પોલીસે અટકાયત કરી છે.
હુમલાખોરોએ ભાગવાનો પ્રયાસ ન કર્યો, જય શ્રીરામના નારા લગાવીને કર્યું સરેન્ડર
નવાઈની વાત તો એ છે કે, તમામ હુમલાખોરોએ ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો ન હતો, પરંતુ જય શ્રીરામના નારા લગાવતા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું. માહિતી મળતા જ ભારે પોલીસ બંદોબસ્ત પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો છે.
મીડિયાકર્મી બનીને આવ્યાનો પણ ખુલાશો
ત્રણેય હુમલાખોરના ગળામાં ID કાર્ડ હતા તેમજ હુમલાખોરોએ 10 રાઉન્ડ ફાયરિંગ કર્યાની પણ વિગતો છે. હત્યારાઓ મીડિયાકર્મી બનીને આવ્યાનો પણ ખુલાશો થઈ રહ્યો છે. પોલીસની હાજરીમાં જ ફાયરિંગની ઘટના બની છે
હજુ એક દિવસ પહેલા અતીકના પુત્ર અસદનું થયું હતું એન્કાઉન્ટર
ઉલ્લેખનીય છે કે હજુ એક દિવસ પહેલા યુપી એસટીએફે અતીક અહમદના પુત્ર અસદનું ઝાંસીમાં એન્કાઉન્ટર કરીને તેને ઠાર માર્યો હતો. પુત્રના એન્કાઉન્ટરના એક દિવસ બાદ આજે મોડી રાતે અતીક અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.