લખનૌ,માફિયા અતીક અહમદની પત્ની શાઇસ્તા પરવીનની કથિત રીતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામ પર લખેલી ચિઠ્ઠી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં શાઇસ્તા પરવીન લખી રહી છે કે તેના પતિ અતીક આમદ અને દિયર અશરફ અહમદ વિરુદ્ધ ગંભીર ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને તેમને મારી પણ શકાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ ચિઠ્ઠીને લઈને દાવો છે કે, આ શાઇસ્તા પરવીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામે લખી હતી.
જેમાં તેના પતિ અતીક અહમદ અને પરિવારના અન્ય સભ્યોને ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ થયેલા ઉમેશ પાલ હત્યાકાંડમાં નામિત કરવાને પાયાવિહોણા બતાવતા તેને ગંભીર ષડયંત્ર બતાવ્યું છે. પત્રમાં લખ્યું છે કે, મહોદય તારીખ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ એક અત્યંત દુ:ખદ ઘટનામાં શ્રી ઉમેશ પાલ અને તેના પોલીસકર્મીની ધોળા દિવસે હત્યા થઈ ગઈ, ઉપરોક્ત ઘટનામાં વાદી કેસ દ્વારા મારા પતિ શ્રી અતીક અહમદ જે અમદાવાદ જેલમાં મે ૨૦૧૯થી બંધ છે, મારો દિયર ખાલીદ અજીમ ઉર્ફ અશરફ જે વર્ષ ૨૦૨૦થી ઉત્તર પ્રદેશની બરેલી જેલમાં બંધ છે.
તેણે આગળ લખ્યું કે, મને અને મારા પુત્રો સહિત ૯ લોકોને નામિત કરતા FIR કરવામાં આવી છે. મારો પતિ, મારો દિયર અને જેલમાં બંધ મારા પુત્ર અલી અને ઉમર વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજન આધાર પર મારા દીકરા અલીને શૂટર બતાવવામાં આવ્યો, જ્યારે આ આરોપ પાયાવિહોણો છે. કથિત વાયરલ વીડિયોમાં શાઇસ્તા પરવીને લખ્યું કે, તેને એક રાજનૈતિક ષડયંત્ર કરાર આપ્યો. શાઇસ્તાએ લખ્યું કે, મારા પતિ અને દિયર પાસે એવું કોઈ ઉદ્દેશ્ય નહોતું, જેના કારણે તેઓ ઉમેશ પાલની હત્યા કરાવતા.
આ એક ગંભીર ષડયંત્ર છે અને તેનો પર્દાફાસ નિષ્પક્ષ તપાસથી જ સંભવ છે. પ્રયાગરાજ પોલીસ તમારા મંત્રીના દબાવમાં કામ કરી રહી છે. મારો પતિ અને દિયરને રીમાન્ડના બહાને લાવીને તેમની હત્યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ ચિઠ્ઠીમાં શાઇસ્તાએ પ્રયાગરાજ પોલીસ પર પણ ઘણા સવાલ ઉઠાવ્યા છે. તેણે આગળ લખ્યું કે, મુખ્યમંત્રીજી વિધાનસભામાં તમારા દ્વારા આપવામાં આવેલા ‘મિટ્ટી મેં મિલા દેંગે’વાળા નિવેદનથી આ ષડયંત્રને અંજામ આપવાનું પૂરું ઉદ્દેશ્ય મળી ગયું છે, જો તમે દાખલઅંદાજી ન કરી તો મારા પતિ અને પુત્રોની હત્યા થઈ જશે.