અતીકના પુત્ર અસદને વ્યક્તિએ હત્યા પહેલા ઉમેશ પાલના ફોટા મોકલ્યા હતા

૨૪ ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલી સમગ્ર ઘટનામાં અસદ પણ ફાયરિંગ કરતો જોવા મળ્યો હતો.

ઉમેશ પાલ હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. અસદ અને ઉમેશ પાલ પર ફાયરિંગ કરનાર વકીલ વચ્ચેની ચેટ સામે આવી છે. આ ચેટમાં એડવોકેટ ખાન સૌલત હનીફે ઉમેશ પાલની હત્યાના પાંચ દિવસ પહેલા જ ચેટ પર ઉમેશની કેટલીક તસવીરો અસદને મોકલી હતી. નોંધનીય છે કે અતીક અને અશરફની હત્યા પહેલા અતીકના પુત્ર અસદનું યુપી એસટીએફ દ્વારા એક્ધાઉન્ટર કરવામાં આવ્યું હતું. તેની સાથે ગુલામ મોહમ્મદને પણ પોલીસે ઠાર માર્યો હતો.

૨૪ ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલી સમગ્ર ઘટનામાં અસદ પણ ફાયરિંગ કરતો જોવા મળ્યો હતો. તેમજ ગુડ્ડુ મુસ્લિમ બોમ્બ મારતો જોવા મળ્યો હતો. ગુડ્ડુ હજુ ફરાર છે. ‘આજ તક’ અનુસાર, આ હત્યાના માત્ર પાંચ દિવસ પહેલા એટલે કે ૧૯ ફેબ્રુઆરીએ અસદના વકીલ સૌલત હનીફે ઉમેશ પાલની કેટલીક તસવીરો અસદને મોકલી હતી. પાંચ દિવસ બાદ ઉમેશની હત્યા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, સૌલત હનીફને પણ આજીવન કેદની સજા થઈ છે અને તે હાલમાં નૈની જેલમાં જેલના સળિયા પાછળ બંધ છે.

૨૪ ફેબ્રુઆરીએ બનેલી ઘટના બાદ અતીક અહેમદ અને તેના પરિવારના કેટલાક સભ્યો યુપી એસટીએફ અને યુપી પોલીસના નિશાના પર હતા. આરોપી અરબાઝ અને ઉસ્માનને થોડા જ દિવસોમાં ઠાર કરવામાં આવ્યા હતા, જ્યારે અસદ અને ગુલામ અન્ય લોકો સાથે ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. ૧૩ એપ્રિલે, એસટીએફને યુપીના ઝાંસીમાં અસદ અને ગુલામ મળ્યા હતા. ઝાંસીના પરિચા ડેમ પાસે બંનેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જ્યારે બંને બાઇક પર સવાર હતા. બંને પાસેથી વિદેશી પિસ્તોલ પણ મળી આવી હતી.

માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને અશરફની પણ ૧૫ એપ્રિલની રાત્રે લાઈવ ટીવી પર હત્યા કરવામાં આવી હતી. બંનેને પ્રયાગરાજની કોલવિન હોસ્પિટલ મેડિકલમાં લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન મીડિયાના રિપોર્ટરે તેમને કેટલાક પ્રશ્ર્નો પૂછ્યા. જવાબ આપતી વખતે અતીક અને અશરફને ત્રણ શૂટરોએ ગોળી મારી હતી. ત્રણેય શૂટર્સ મીડિયા પર્સન તરીકે પોઝ આપીને ત્યાં પહોંચ્યા હતા. ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અને અશરફ પણ આરોપી હતા. તે જ સમયે, અતીકની પત્ની શાઇસ્તા પરવીન હાલમાં ફરાર છે. તેની સાથે અન્ય એક આરોપી ગુડ્ડુ મુસ્લિમનો પત્તો લાગ્યો નથી.