’અતિક-અશરફને ઉપર પહોંચાડવામાં ભાજપની સિદ્ધિ’ કહીને ભાજપના ધારાસભ્યે વોટ માગ્યા

લખનૌ,પોલીસ કસ્ટડીમાં માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા પર ભાજપએ અત્યાર સુધી મૌન ધારણ કર્યું હતું, પરંતુ હવે ભાજપેે નગરપાલિકા ચૂંટણી પ્રચારમાં તેની સિદ્ધિઓ કહેવાનું શરૂ કર્યું છે. સહારનપુરના ભાજપઁના ધારાસભ્ય રાજીવ ગુમ્બરે અતીક અને અશરફની હત્યાને ભાજપની સિદ્ધિ ગણાવી હતી.

એક કાર્યક્રમમાં બોલતા ભાજપના ધારાસભ્ય રાજીવ ગુંબરે કહ્યું કે, માફિયાઓ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું કે નહીં…, અતીકને ઉપર પહોંચાડવામાં આવ્યો કે નહીં…, અશરફને પણ ઉપર પહોંચાડવામાં આવ્યો કે નહીં…, તો આવી રીતે સહારનપુરમાંથી પણ ગુંડાઓને બહાર કાઢવા જોઈએ. જો તેવું કરવું હોય તો, ડૉ. અજય સિંહને જીતાડવા જરૂરી છે., આવું કહેતાંની સાથે જ ત્યાં હાજર લોકોએ તેમના આ નિવેદન પર ખુબ તાળીઓ પાડી હતી.

સહરાનપુરમાં ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના કાર્યર્ક્તાઓને સંબોધિત કરતી વખતે ધારાસભ્ય રાજીવ ગુમ્બરે રાજ્યના વિકાસ કાર્યો અને સિદ્ધિઓની સાથે માફિયાઓને ઉપર પહોંચાડવા માટે પણ રાજ્યની યોગી સરકારની સિદ્ધિઓ હોવાનો સીધો ઉલ્લેખ કર્યો હતો. આના પરથી એવું લાગે છે કે,ભાજપ અતીક અને અશરફ હત્યા કેસને પોતાની સિદ્ધિ તરીકે અને ચૂંટણીના હથિયાર તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહી છે. સહારનપુર શહેરના ધારાસભ્ય રાજીવ ગુમ્બરનું અતીક અને અશરફ હત્યા કેસ પર નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

બીજી તરફ યુપી સરકારના મંત્રી કુંવર બ્રિજેશ સિંહે કહ્યું, ’જે લોકો અતીક-અશરફની હત્યાની સીબીઆઇ તપાસની માંગ કરી રહ્યા છે, તેઓને મારી વિનંતી છે કે તપાસની માંગ કરનારાઓની પહેલા તપાસ થવી જોઈએ… કયા લોકોના પક્ષ દ્વારા, કયા લોકોના પરિવાર દ્વારા તે માફિયાઓનો વિકાસ થયો હતો.’

યુપી સરકારના મંત્રી કુંવર બ્રિજેશ સિંહે કહ્યું, ’અમે કોઈપણ પ્રકારની તપાસથી ડરતા નથી. માનનીય CM યોગી આદિત્યનાથે તાત્કાલિક આ ઘટનાની ગંભીર નોંધ લીધી અને ન્યાયિક પંચની રચના કરી. તેનો વિગતવાર અહેવાલ આવ્યા બાદ, તેના પર વ્યાપક ચર્ચા થશે, તેના આધારે જે કોઈ પણ દોષી હશે તેના પર સખત કાર્યવાહી કરવામાં આવશે.’