અતીક-અશરફ કેસમાં સુપ્રીમે યુપી સરકાર પાસે જવાબ માંગ્યો,સરકાર જણાવે કે તે દિવસે શું થયું અને ત્યાર બાદ અત્યાર સુધીની તપાસમાં શું થયું?

  • ૩ અઠવાડિયા પછી સુનાવણી થશે.

પ્રયાગરાજ,અતીક અને અશરફ હત્યા કેસની તપાસ સાથે જોડાયેલી અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, કોર્ટે આ હત્યા કેસમાં યુપી સરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. કોર્ટે પૂછ્યું કે સરકાર જણાવે કે તે દિવસે શું થયું અને ત્યાર બાદ અત્યાર સુધીની તપાસમાં શું થયું? આ સિવાય કોર્ટે ૨૪ ફેબ્રુઆરીએ ઉમેશ પાલ હત્યા કેસમાં આરોપીઓના એન્કાઉન્ટરનો રિપોર્ટ પણ માંગ્યો છે.

આ મામલે ૩ અઠવાડિયા પછી કોર્ટમાં ફરી સુનાવણી થશે. જણાવીએ કે ઉમેશ કેસમાં અત્યાર સુધીમાં ૪ આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. જેમાં અતીકનો પુત્ર અસદ, ગુલામ, અરબાઝ, ઉસ્માન ચૌધરીનો સમાવેશ થાય છે. એડવોકેટ વિશાલ તિવારીની અરજી પર કોર્ટે આ આદેશ આપ્યો છે.

જણાવી દઈએ કે આ કેસની નિષ્પક્ષ તપાસ માટે બે અરજી દાખલ કરવામાં આવી છે. પ્રથમ અરજી એડવોકેટ વિશાલ તિવારીએ દાખલ કરી હતી, જ્યારે બીજી અરજી પૂર્વ આઈપીએસ અમિતાભ ઠાકુરે દાખલ કરી હતી. અરજી કર્યા બાદ યુપી સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી હતી. સરકારે કહ્યું કે સરકારનો પક્ષ સાંભળ્યા વિના આ મુદ્દે કોઈ નિર્ણય ન આપવો જોઈએ.

એડવોકેટ વિશાલ તિવારીએ હત્યાની ઉચ્ચ સ્તરીય તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર સમિતિની રચના કરવાની માંગ કરી હતી. અરજીમાં યોગી સરકારમાં અત્યાર સુધી થયેલા કુલ ૧૮૩ એન્કાઉન્ટરની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી હતી.જ્યારે, પૂર્વ આઇપીએસ અધિકારી અમિતાભ ઠાકુરે પણ સુપ્રીમ કોર્ટમાં પત્ર અરજી કરી છે. ઠાકુરે અતીક-અશરફ હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈ તપાસની માંગ કરી છે. પૂર્વ આઈપીસી અમિતાભ ઠાકુરે પત્રની અરજીમાં કહ્યું છે કે ભલે અતીક અહેમદ અને તેનો ભાઈ ગુનેગારો છે, પરંતુ જે રીતે તેમની હત્યા કરવામાં આવી છે.અતીક-અશરફની ૧૫ એપ્રિલે રાત્રે ૧૦:૩૫ વાગ્યે પ્રયાગરાજની કોલવિન હોસ્પિટલમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કથિત રીતે લવલેશ તિવારી, સની સિંહ અને અરુણ મૌર્ય દ્વારા નામ કમાવવા અને ડોન બનવાના ઈરાદાથી કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં થયેલી આ સનસનાટીભરી હત્યા બાદ યુપી સરકારે એસઆઇટી સિવાય એક ન્યાયિક પંચની રચના કરી હતી.

ન્યાયિક તપાસ પંચ અને એસઆઈટીના સભ્યોની હાજરીમાં ૧૯ એપ્રિલના રોજ ક્રાઈન સીન રિક્રિએટ કરવામાં આવ્યો હતો. આયોગની ટીમે અગાઉ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આયોગે પોલીસ કમિશનર રમિત શર્મા, જોઈન્ટ પોલીસ કમિશનર આકાશ કુલહરી અને એડીજી ભાનુ ભાસ્કર પાસેથી પણ ઘટનાની માહિતી લીધી હતી.ન્યાયિક પંચે ગોળીબારમાં ઘાયલ થયેલા કોન્સ્ટેબલ માનસિંહ અને ધૂમનગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજેશ મૌર્યની પણ આ ઘટના અંગે પૂછપરછ કરી હતી. અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ અરવિંદ કુમાર ત્રિપાઠી આ ન્યાયિક તપાસ પંચના અધ્યક્ષ છે. ડીજી રેન્કના નિવૃત્ત આઇપીએસ અધિકારી સુબેશ કુમાર સિંહ અને નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ બ્રિજેશ કુમાર સોની કમિશનના સભ્ય છે.

ગાઝિયાબાદના બીજેપી ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે અતીક-અશરફ કેસમાં મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, સપાએ અતીકની હત્યા કરાવી છે જેથી રહસ્યનો પર્દાફાશ ન થાય. અતીકનો અખિલેશ સાથે શું સંબંધ છે? ચૂંટણી પછી તપાસ થશે ત્યારે ખબર પડશે.