સાબરકાંઠા, સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં પતિએ પત્નિને મોબાઇલ અંગે પૂછપરછ કરતા ઘર્ષણ સર્જાયુ હતુ. ઇડરના પાનોલ ગામે રહેલા રાજસ્થાની દંપતી વચ્ચે ઘરેલું તકરાર સર્જાઈ હતી. મોબાઇલને લઈ પત્ની પર ઉશ્કેરાયેલા પતિએ બોથડ પદાર્થ લઈને હુમલો કર્યો હતો. આ દરમિયાન પતિએ પત્નીને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.તોફાનો-હિંસા રોકવા ’સ્પેશિયલ એક્શન ફોર્સ’ રચાશે, તમામ પોલીસ મથક કક્ષામાં અપગ્રેડ કરાશે
ગંભીર રીતે ઘાયલ પત્ની સવિતા મીણા (ઉંવ. ૩૫) સ્થળ પર જ બેહોશ થઈને ઢળી પડી હતી. પત્નીને સારવાર માટે ખસેડતા જ્યાં મૃત હોવાનું સરકારી હોસ્પિટલના તબિબોએ જાહેર કર્યુ હતુ. ઘટના અંગે ઇડર પોલીસને જાણ થતાં ઇડર પોલીસે હત્યાનો ગુનો નોંધીને પતિ રમેશ બાબુલાલ મીણાની ધરપકડ કરી હતી.