
- અગાઉ કાશ્મીરમાં માર્યા ગયેલા કોઈપણ આતંકવાદીના અંતિમ સંસ્કાર સમયે સરઘસ કાઢવામાં આવતું હતું. અમે આ વલણ બંધ કર્યું છે.
જમ્મુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કડક સંદેશ આપતા કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં કોઈપણ આતંકવાદી અથવા પથ્થરબાજના પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી નહીં મળે. શાહે એમ પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારે માત્ર આતંકવાદીઓને જ નિશાન બનાવ્યા નથી પરંતુ આતંકવાદી ઈકોસિસ્ટમને પણ ખતમ કરી દીધી છે. જેના કારણે રાજ્યમાં આતંકવાદી ઘટનાઓમાં મોટો ઘટાડો થયો છે.
તેમણે કહ્યું, ‘કાશ્મીરમાં અમે નક્કી કર્યું છે કે જો કોઈ આતંકવાદી સંગઠનમાં જોડાશે તો તેના પરિવારના સભ્યોને કોઈ સરકારી નોકરી નહીં મળે. તેવી જ રીતે, જો કોઈ પથ્થર ફેંકે છે, તો તેના પરિવારના સભ્યોને પણ સરકારી નોકરી નહીં મળે.
તેમણે કહ્યું કે કેટલાક માનવાધિકાર કાર્યર્ક્તાઓ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગયા પરંતુ અંતે સરકારની જીત થઈ. ગૃહમંત્રીએ કહ્યું કે જો કોઈ પરિવારમાંથી કોઈ વ્યક્તિ આગળ આવે અને અધિકારીઓને જાણ કરે કે તેનો નજીકનો સંબંધી આતંકવાદી સંગઠનમાં જોડાયો છે તો આવા પરિવારને રાહત આપવામાં આવશે.
શાહે કહ્યું કે, અગાઉ કાશ્મીરમાં માર્યા ગયેલા કોઈપણ આતંકવાદીના અંતિમ સંસ્કાર સમયે સરઘસ કાઢવામાં આવતું હતું. “અમે આ વલણ બંધ કર્યું છે. અમે સુનિશ્ર્ચિત કર્યું છે કે આતંકવાદીને તમામ ધામક ઔપચારિક્તાઓ સાથે દફનાવવામાં આવે, પરંતુ એક અલગ જગ્યાએ,” તેમણે કહ્યું.
ગૃહમંત્રીએ કહ્યું કે જ્યારે કોઈ આતંકવાદી સુરક્ષા દળો દ્વારા ઘેરાઈ જાય છે ત્યારે તેને સૌથી પહેલા આત્મસમર્પણ કરવાની તક આપવામાં આવે છે. શાહે કહ્યું, ‘અમે પરિવારના નજીકના સભ્યોને તેની માતા કે પત્ની કહીએ છીએ. તેને આતંકવાદીને આત્મસમર્પણ કરવાની અપીલ કરવાનું કહેવામાં આવે છે. જો તે (આતંકવાદી) સંમત ન થાય તો આગળની કાર્યવાહી કરવામાં આવે છે.
તેમણે કહ્યું કે, ‘એનઆઈએ (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) દ્વારા અમે ટેરર ફંડિંગ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને તેને ખતમ કરી દીધી છે. અમે ટેરર ફંડિંગ પર ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના મુદ્દે શાહે કહ્યું કે સરકારે તેના દ્વારા આતંકવાદી વિચારધારાના પ્રકાશન અને પ્રસાર પર પ્રતિબંધ મૂક્યો છે. કેરળ સ્થિત મુસ્લિમ કટ્ટરપંથી જૂથ પીએફઆઈને આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે કથિત કડીઓ પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટની જોગવાઈઓ હેઠળ સપ્ટેમ્બર ૨૦૨૨ માં કેન્દ્ર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ડેટા અનુસાર, ૨૦૧૮માં જમ્મુ અને કાશ્મીરમાં ૨૨૮ આતંકવાદી ઘટનાઓ બની હતી અને ૨૦૨૩માં આ સંખ્યા ઘટીને ૫૦ની આસપાસ રહેવાની ધારણા છે. ૨૦૧૮માં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ૧૮૯ એક્ધાઉન્ટર થયા હતા અને ૨૦૨૩માં આ સંખ્યા ઘટીને લગભગ ૪૦ થઈ ગઈ હતી. ૨૦૧૮માં વિવિધ આતંકવાદી ઘટનાઓને કારણે ૫૫ નાગરિકોના મોત થયા હતા. ૨૦૨૩માં આ સંખ્યા ઘટીને લગભગ પાંચ થઈ જશે. ૨૦૧૮માં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હિંસામાં કુલ ૯૧ સુરક્ષા જવાનો શહીદ થયા હતા. ૨૦૨૩માં આ આંકડો ઘટીને લગભગ ૧૫ થઈ જશે.