હિમાચલ પ્રદેશના મનાલી સ્થિત વિશ્વ પ્રસિદ્ધ અટલ ટનલ રોહતાંગ નજીક માર્ગ અકસ્માતની ઘટના બનવા લાગી છે. ઉદ્ઘાટનના ચાર દિવસ બાદ અહીં અકસ્માત થવા લાગ્યા છે. તાજેતરની ઘટનામાં ટનલના મુખ્ય દ્વાર ધૂંધી નજીક એક બટાકા ભરેલી ટ્રક કાર પલટી ગઈ છે, જેના કારણે રસ્તાના કિનારે ઉભેલા વાહનને પણ ભારે નુકસાન પહોંચ્યુ. ચાર યુવકોનો માંડ-માંડ બચાવ થયો છે.
કુલ્લુના એસપી એ જણાવ્યુ કે લાહોલ સ્પીતિથી બટાકાથી ભરેલુ ટ્રક અચાનક અનિયંત્રિત થઈને કાર પર પલટી ગયુ, જેની ચપેટમાં રસ્તાના કિનારે ઉભેલી કાર પણ આવી. ધૂંધી બ્રિજ નજીક પલટેલા ટ્રકની ચપેટમાં આવવાથી 4 વ્યક્તિ માંડ-માંડ બચ્યા. પોલીસે કેસ નોંધી આની તપાસ શરૂ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ટનલની અંદર ઘટના ઘટી ચૂકી છે. ટનલના ઉદ્ઘાટનના બીજા દિવસે અટલ ટનલની અંદર વાહનો ટકરાયા હતા, જ્યારે ઉદ્ઘાટનના ત્રીજા દિવસે બે વાહન અથડાયા હતા. હવે ટનલની બહાર નીકળ્યા બાદ ધૂંધી નજીક એક બટાકાથી ભરેલુ ટ્રક પલટી ગયુ છે. લિહાઝા ટનલના માર્ગમાં ઘટના થવાનુ સતત વધી રહ્યુ છે. જેનું કારણ ઓવર સ્પીડ માનવામાં આવી રહ્યુ છે.
કુલ્લુ પોલીસે હવે અટલ ટનલને લઈને એડવાઈઝરી પણ જારી કરી છે. જેના હેઠળ ટનલની અંદર કારણ વિના રોકાવુ, ઓવર સ્પીડ, ઓવર ટેક કરવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે. ટનલની અંદર કારણ વિના રોકાનાર પર પોલીસ એચ પી ટ્રાફિક કંટ્રોલ એક્ટ હેઠળ ચલણ આપીને કાયદાકીય કાર્યવાહી કરશે.
કુલ્લુના એસ પી એ જણાવ્યુ કે અટલ ટનલના ઉદ્ઘાટન બાદ કુલ્લુ પોલીસે આની સુરક્ષા અને ટ્રાફિક કંટ્રોલ માટે 35 જવાન તૈનાત કર્યા છે. ટનલની અંદર કારણ વિના ગાડી રોકવા અને ઓવર સ્પીડ અથવા ઓવર ટેક કરવુ ગુનો હશે. પોલીસ ઓવર સ્પીડ ડિક્ટેક્ટ કરવા માટે સ્પીડ ડૉપ્લર રડારથી નજર રાખી રહી છે.