
નવીદિલ્હી,
દિલ્હી વિશ્ર્વ વિદ્યાલયની કેટલીક કોલેજો અને કેન્દ્રોના નામકરણની સંભાવના છે આ કોલેજો અને કેન્દ્રોના નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇ,અરૂણ જેટલી,અમર્ત્ય સેન અને સાવિત્રી બાઇ ફુલે પર રાખવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે અને તેના પર ચર્ચા પણ કરવામાં આવી છે.દિલ્હી વિશ્ર્વ વિદ્યાલયની કાર્યકારી પરિષદે ગત વર્ષ એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો કે આગામી કોલેજો અને કેન્દ્રોનું નામ સ્વામી વિવેકાનંદ,સુષ્મા સ્વરાજ વી ડી સાવરકર અને સરદાર વલ્લભભાઇ પટેલના નામ રાખવામાં આવે તેવી સંભાવના છે.
શિક્ષણ મંત્રાલયે અન્ય નામોના પણ સુચન આપ્યા છે પરિષદે અટલ બિહારી બાજપાઇ,સાવિત્રી બાઇ ફુલે અરૂણ જેટલી ચૌધરી બ્રહ્મ પ્રકાશ સી ડી દેશમુખ અને અમર્ત્ય સેનના નામના સુચન આપ્યા જયારે કુલપતિને નામને અંતિમ રૂપ આપવા માટે અધિકૃત કરવામાં આવશે.
કેરલના કોંગ્રેસના સાંસદ કોડિકુન્નિલ સુરેશે આ નિર્ણય પર લોકસભામાં એક સવાલ ઉઠાવ્યો હતો જેમાં પુછવામાં આવ્યું હતું કે શું સરકાર પ્રતિસ્પર્ધી વિરાસતવાળા વ્યક્તિઓના નામ પર કોલેજોના નામકરણની નીતિ પર ફરીથી વિચાર કરવાનો પ્રસ્તાવ રાખે છે.મંત્રાલયે સુરેશ દ્વારા પુછવામાં આવેલ સવાલનો જવાબ આપતા કહ્યું કે ડીયુ પોતાના બંધારણીય એકમની મંજુરીની સાથે તમામ શૈક્ષણિક અને પ્રશાસનિક નિર્ણય લેવામાં સક્ષમ છે.
દિલ્હી વિશ્ર્વ વિદ્યાલય નવા કોલેજ શરૂ કરવાની દિશામાં પહેલા પગલાના રૂપમાં દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર એનસીઆરના દુર દુરના વિસ્તારોમાં રહેનાર છાત્રોની જરૂરતો અને આવશ્યકતાઓને પુરી કરવા માટે બે સુવિધા કેન્દ્ર સ્થાપિત કરવા પર કામ કરી રહ્યું છે.નઝફગઢ અને ફતેહપુર બેરીમાં ડીયુને ફાળવણી ભૂમિના ભુખંડો પર બે કેન્દ્ર સ્થાપિત કરવાનો પ્રસ્તાવ છે.