ટેલિવિઝનની દુનિયામાં દર્શકોનો સૌથી લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હંમેશાં સમાચારમાં રહે છે. હાલ આ શો કલાકારો અને નિર્માતાઓ વચ્ચેના ઝઘડાને કારણે ચર્ચામાં છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી અને શોના નિર્માતા અસિત કુમાર મોદી વચ્ચે જોરદાર લડાઈના સમાચાર મળ્યા છે.
ન્યૂઝ18ના અહેવાલ મુજબ, આ સમગ્ર ઘટના આ વર્ષે ઓગસ્ટની શરૂઆતમાં બની હતી. આ લડાઈ ફી કે પૈસાને બાબતે ન હતી પરંતુ રજા બાબતે માથાકૂટ થઈ હતી. રજાને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું જાણવા મળે છે. શોની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે દિલીપ જોશી એટલે કે જેઠાલાલે અસિત મોદી પાસે થોડા દિવસની રજા માગી હતી, પરંતુ નિર્માતાએ તેમની સાથેની વાતચીત મોકૂફ રાખી હતી. આ વાત પર જેઠાલાલ ખૂબ ગુસ્સે થયા. તેમની વચ્ચે બોલાચાલી થઈ હોવાનું જાણવા મળે છે.
શોના એક સૂત્રએ જણાવ્યું કે એ દિવસે કુશ શાહના શૂટિંગનો છેલ્લો દિવસ હતો. તેણે કહ્યું કે અહીં દિલીપ જોશી પ્રોડ્યુસર આવે અને તેની રજાઓ વિશે વાત કરે એની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેઓ આવ્યા અને સીધા કુશને મળવા ગયા. આ બાબતે દિલીપ જોષી નિરાશ થઈ ગયા હતા અને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એટલું જ નહીં, એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝઘડો એટલો વધી ગયો કે દિલીપ જોશીએ તેનો કોલર પકડીને શો છોડી દેવાની ધમકી પણ આપી.
જોકે બીજી તરફ ઇન્ડિયન એક્સપ્રેસે સમાચાર સામે આવ્યા આ અહેવાલની ચકાસણી કરવા ભીડેનું પાત્ર ભજવતા મંદાર ચાંદવાડકરનો સંપર્ક કર્યો. તો તેમણે કહ્યું “ના, યાર” કહીને વાતનું ખંડન કર્યું. આગળ કહ્યું કે શું બકવાસ છે? આ અફવાઓ કોણે ફેલાવી? અમે બધા એકદમ શાંતિથી અને ખુશીથી શૂટિંગ કરી રહ્યા છીએ.
કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલાં પણ બંને વચ્ચે આવી જ સ્થિતિ હતી. અહેવાલ છે કે શોના હોંગકોંગ પ્રવાસના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે ઘણી લડાઈ થઈ હતી, પરંતુ ગુરચરણ સિંહ સોઢીએ બંનેને શાંત પાડ્યા હતા.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 16 વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહી છે. દિલીપ જોશી પહેલા દિવસથી જ આ શોનો ભાગ છે. દિશા વાકાણી (દયાબેન), રાજ અનડકટ (નવો ટપુ), ભવ્ય ગાંધી(જૂનો ટપુ), ગુરુચરણ સિંહ (રોશનસિંહ સોઢી) અને જેનિફર મિસ્ત્રી(રોશન ભાભી) સહિત શોનાં ઘણાં મહત્ત્વર્ણ સભ્યોએ શો છોડી દીધો છે.