એશિયા કપમાં મોટો બદલાવ, ભારત-પાકિસ્તાન સહિતની બાકી મેચોની જગ્યા શિફ્ટ થઇ

  • આગામી થોડા દિવસ સુધી સતત વરસાદ થવાની આગાહીને કારણે કોલંબોની બધી મેચો શિફ્ટ કરાઇ.

મુંબઇ, એશિયા કપ ૨૦૨૩ની ટૂર્નામેન્ટ વચ્ચે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)એ એક મોટો નિર્ણય લીધો છે. શ્રીલંકાના કોલંબોમાં થનારી ફાઇનલ સહિત સુપર-૪ સ્ટેજની બધી મેચોને હંબનટોટામાં શિફ્ટ કરવામાં આવી છે. મેચોને શિફ્ટ કરવા માટે પલ્લેકેલ અને દામ્બુલા વેન્યૂ પર પણ વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ હંબનટોટામાં શિફ્ટ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોલંબોમાં આ સમયે મુશળધાર વરસાદ થઈ રહ્યો છે.

હવામાન વિભાગ મુજબ આગામી થોડા દિવસ સુધી અહી સતત વરસાદ થશે. આ જ કારણ છે કે એસીસીએ કોલંબોની બધી મેચો શિફ્ટ કરવામાં આવી છે. બતાવવામાં આવી રહ્યું છે કે શ્રીલંકા શહેર હંબનટોટા દક્ષિણી પ્રાંતમાં સ્થિત છે. તે ખૂબ શુષ્ક ક્ષેત્ર માનવામાં આવે છે. જ્યારે કોલંબોમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. પલ્લેકેલ અને દામ્બુલામાં પણ વરસાદની આશંકા બનેલી છે. એવામાં BCCI એ કોલંબોની બધી મેચો હંબનટોટામાં શિફ્ટ કરવામાં આવી છે. હવે એશિયા કપની ફાઇનલ પણ આ મેદાન પર ૧૭ સપ્ટેમ્બરના રોજ રમાશે.

એશિયા કપ ૨૦૨૩માં ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે (૨ સપ્ટેમ્બર)ના રોજ મેચ રમાઈ હતી, પરંતુ પલ્લેકેલ સ્ટેડિયમમાં આ મેચ વરસાદના કારણે રદ્દ થઇ ગઈ હતી. તેજ વરસાદના કારણે આ મેચ રદ્દ થઈ ગઈ હતી. મેચમાં ભારતીય ટીમ જ બેટિંગ કરી શકી હતી. મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ત્યારબાદ ઇશાન કિશન અને હાર્દિક પંડ્યાની પાર્ટનરશિપની મદદથી ૨૬૬ રન બનાવી દીધા હતા. પરંતુ એ મેચ વરસાદના કારણે રદ્દ કરી દેવામાં આવી છે.

ભારતીય ટીમે બીજી મેચ સોમવારે નેપાળ વિરુદ્ધ રમી હતી. મેચમાં પહેલા બેટિંગ કરતા ૨૩૧ રનનો ટારગેટ આપ્યો હતો. આ મેચમાં પણ વરસાદ વિલન બન્યો હતો, પરંતુ પાકિસ્તાન સામેની મેચ જેટલો નહીં. વરસાદના કારણે મેચ થોડી વાર રોકાઈ, ત્યારબાદ ૨૩ ઓવરની કરી દેવામાં આવી હતી અને ભારતને ૧૪૫ રનનો ટારગેટ આપવામાં આવ્યો હતો. જેને ભારતીય ટીમે ખૂબ સરળતાથી હાંસલ કરીને ક્વાલિફાઈ કરી લીધું હતું. એવામાં ફરી એક વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ જોવા મળશે. આ મેચ ૧૦ સપ્ટેમ્બરના રોજ કોલંબોમાં રમાવાની નક્કી હતી, પરંતુ હવે હંબનટોટામાં રમાશે.

આ વખત એશિયા કપ હાઇબ્રીડ મોડલ હેઠળ વન-ડે ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. એ હેઠળ મેજબાન પાકિસ્તાનમાં ૪ મેચ થવાની છે. તેમાંથી ૨ મેચ થઈ ચૂકી છે, જ્યારે ફાઇનલ સહિત ૯ મેચ શ્રીલંકામાં રમાશે. અત્યાર સુધી ગ્રુપ સ્ટેજમાં ૫ મેચ થઈ છે. અત્યારે આ રાઉન્ડમાં વધુ એક મેચ થવાની છે. જ્યારે ફાઇનલ સહિત ૪ સ્ટેજની બધી મેચ કોલંબોમાં જ થવાની હતી, પરંતુ શ્રીલંકાની રાજધાનીમાં વરસાદ બંધ થવાનો નામ લઈ રહ્યો નથી. વરસાદના કારણે મેચો ધોવાવાની આશંકા છે. તેને ધ્યાનમાં લઈને એસીસીએ સુપર-૪ની બધી મેચ કોલંબોથી હંબનટોટા શિફ્ટ કરી દીધી છે.