એશિયા ૨૦૨૫ સુધીમાં વિશ્ર્વની અડધી વીજળી ખર્ચ કરશે, ભારતમાં માંગ વધી

  • માર્ચ ૨૦૨૨ દેશ માટે છેલ્લા ૧૦૦ વર્ષમાં સૌથી ગરમ મહિનો સાબિત થયો.

નવીદિલ્હી,

ભારતમાં વાર્ષિક ૫.૩ ટકાના દરે વધતી વીજળીની માંગ ૨૦૨૨માં ૮.૪ ટકા પર પહોંચી ગઈ છે. તેનું કારણ કોવિડ રોગચાળા પછી દેશની મજબૂત રિકવરી હતી. વળી, માર્ચથી જુલાઇ સુધી આકરી ગરમી. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ પોતાના નવા રિપોર્ટમાં આ દાવા કર્યા છે. એજન્સીએ અનુમાન લગાવ્યું છે કે ૨૦૨૩ અને ૨૦૨૫ વચ્ચે ભારતમાં વીજળીની માંગ વાર્ષિક ૫.૬ ટકાના દરે વધી શકે છે.

રિપોર્ટ અનુસાર, માર્ચ ૨૦૨૨ દેશ માટે છેલ્લા ૧૦૦ વર્ષમાં સૌથી ગરમ મહિનો સાબિત થયો છે. એપ્રિલ અને જુલાઈ વચ્ચે પણ ૨૦૨૧ની સરખામણીમાં વીજળીની સરેરાશ માંગ ૧૪ ટકા વધુ હતી. ૧૦ જૂને ૨૧૧ ગીગાવોટ પાવર ડિમાન્ડનો રેકોર્ડ સર્જાયો હતો. પરિણામે, માંગનો વાર્ષિક વૃદ્ધિ દર ૮.૪ ટકા પર પહોંચ્યો, જે ચીનની ૨.૬ ટકા વૃદ્ધિ કરતાં ઘણો વધારે છે. ૨૦૧૫ અને ૨૦૧૯ વચ્ચે ચીનની સરેરાશ વૃદ્ધિ ૫.૪ ટકા હતી. બીજી તરફ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગામી ત્રણ વર્ષમાં એટલે કે ૨૦૨૫ સુધીમાં વિશ્ર્વની અડધી વીજળી એશિયન દેશો દ્વારા ખર્ચવામાં આવશે. આમાં ચીન ટોચ પર છે, જે એકલા ૩૩ ટકા વીજળીનો વપરાશ કરશે. આ યુએસ, યુરોપિયન યુનિયન અને ભારત દ્વારા સંયુક્ત રીતે વપરાશમાં લેવાયેલી વીજળી કરતાં વધુ છે. એશિયામાં વીજળીની માંગમાં વધારો કરવામાં ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો પણ યોગદાન આપશે.

વર્ષ ૨૦૨૨ સુધીમાં ભારત પાસે ૪૧૦ ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા હતી. તેમાંથી ૨૩૬ ગીગાવોટ અશ્મિભૂત ઇંધણમાંથી, ૫૨ ગીગાવોટ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સમાંથી, ૧૧૫ ગીગાવોટ રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી અને બાકીનું પરમાણુ પ્રોજેક્ટ્સમાંથી પેદા કરી શકાય છે. ૨૦૩૦ સુધીમાં, ભારતે બિન-અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતોમાંથી ૫૦૦ ય્ઉ વીજળી ઉત્પાદન ક્ષમતા બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

વિશ્ર્વના ઉત્પાદન વૃદ્ધિનો અડધો હિસ્સો ૨૦૨૫ સુધી ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયામાં થશે. જેમાં ચીન તેની આગેવાની કરશે જ્યારે ભારત ૮૧ ટકાના દરે સૌથી ઝડપી વૃદ્ધિ કરશે. ભારતે ૨૦૧૭ અને ૨૦૨૧ વચ્ચે વાર્ષિક ધોરણે ૧૦ ટકા હાઇડ્રોપાવર ઉત્પાદનમાં પણ વધારો કર્યો છે.

ચીનમાં ૨૦૧૫માં વિશ્ર્વની ૨૫ ટકા વીજળીનો વપરાશ કરતો હતો, પરંતુ આઇઇએ અનુસાર, ૧૦ વર્ષમાં તેની વસ્તી વિશ્ર્વની એક તૃતીયાંશ વીજળીનો વપરાશ કરશે.આફ્રિકાના ખંડ વિશ્ર્વની ૨૦ ટકા વસ્તીનું ઘર છે, પરંતુ ૨૦૨૫ સુધીમાં માત્ર ૩ ટકા વીજળીનો વપરાશ કરશે.

પરમાણુ ઉર્જા અને પુન:પ્રાપ્ય ઉર્જા વિકલ્પોમાં વૃદ્ધિ જેમ કે પવન અને સૌર કોલસા અને અન્ય અશ્મિભૂત ઇંધણમાંથી વીજળી ઉત્પાદન કરતાં વધુ ઝડપી હશે. આગામી ત્રણ વર્ષમાં વિશ્ર્વને તેમાંથી વધુ વીજળી મળશે, જેનાથી ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો થશે. તે પણ જરૂરી છે, જેથી વિશ્ર્વનું સરેરાશ તાપમાન ૧૭મી-૧૮મી સદીની સરખામણીમાં ૧.૫ C થી વધુ વધવા ન દે, જે પહેલાથી જ ૧.૧ C વધી ગયું છે.