આશ્રમ શાળાનાં વિદ્યાર્થીઓને કારકીર્દી નિર્માણ અંગે માર્ગદર્શન અપાયું

ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે આવેલ ભીલ સેવા મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાનાં ધોરણ 10નાં વિદ્યાર્થીઓને રોટરી કલબ ઓફ ડાયમંડ દાહોદ અને લાયન્સ ક્લબ ગોદી રોડ, દાહોદનાં સયુંકત ઉપક્રમે ઉજ્જવળ કારકીર્તિનાં નિર્માણમાં ઉપયોગી જાણકારી અંગેનો માર્ગ દર્શન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રોટરી કલબ ઓફ ડાયમંડ દાહોદના પ્રમુખ હીરાલાલ સોલંકી, લાયન્સ કલબ ગોદી રોડ, દાહોદનાં સેક્રેટરી સત્યેન્દ્રસિંહ સોલંકી અને રોટરી કલબ ઓફ ડાયમંડ દાહોદના સેક્રેટરી રતનસીંગ બામણિયા, સદસ્યો વાસુભાઈ મંગલાની, પ્રદીપભાઈ રાઠોડે ઉપસ્થિતિ આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વર્ધન કર્યું હતું. બંને ક્લબનાં પદાધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે 100 થી વધુ વિદ્યાર્થીઓને નોટબુકોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા શાળાનાં આચાર્ય કલસિંગ ભાભોર દ્વારા કરાઇ હતી. આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કિરીટભાઈ એ કર્યું હતું.