અશાંતધારામાં આવેલ કોમ્પ્લેક્ષ પર કોની રહેમનજર,ગોધરા શહેરના મધ્યમાં આવેલ કૌસર કોમ્પ્લેક્ષમાં ચાલુ બાંધકામમાં કોની પરમીશન

  • શુ કૌસર કોમ્પ્લેક્ષમાં ચાલુ થનાર હોટલનો દસ્તાવેજ થશે ખરો ?
  • કૌસર કોમ્લેક્ષમાં વેચાણ થયેલ દુકાનોના દસ્તાવેજ થશે ખરા ?

ગોધરા, ગોધરા શહેર મહાલક્ષ્મી માતાની જમીનો જે મસમોટું બાંધકામ કરી કૌસર કોમ્પ્લેકસ બનાવવામાં આવેલ છે અને તેમાં પુરજોશમાં હોટલનું રીનોવેશનનું કામ ચાલી રહયું છે અને તેમાં નગર પાલિકા દ્વારા બાંધકામ પરમીશન કયા કાયદા હેઠળ આપવામાં આવેલ છે. જે બાબતે પંચમહાલ જીલ્લાના ક્રેડરના આઈ.એ.એસ. અધિકારીને ધાર્મિક જમીનો બચાવવાનો પુરેપુરા ગુજરાત સરકાર દ્વારા સોંપવામાં આવેલ છે. તે જમીનો ઉપર ખુબ જ મોટા મોટા બન્ને રોડ ઉપર કોમ્પલેક્ષો બનાવી અને અનેક દુકાનો ધાર્મિક મિલ્કતોની વર્ષાબેન ભગત દ્વારા વેચાણ દસ્તાવેજો કરી કરાવી તેમજ મોટા પ્રમાણમાં નગર પાલિકા કર્મચારીઓ, અધિકારીઓને મોટી મોટી લાંચ રૂશ્વતો આપી પાકું બાંધકામ કરેલ છે. જે જમીનોમાં અશાંતધારા લાગુ થયેલ છે. આમ આવી ધાર્મિક મંદિરો, મસ્જીદો, ગીરજાઓની જમીનોમાં ચેરીટી કમિશ્ર્નરની મંજુરી અનિવાર્ય હોય તેમ છતા અને ગુજરાત સરકાર મહેસુલ વિભાગ ગાંધીનગર દ્વારા સ્પષ્ટ સુચનાના આદેશો આપવામાં આવેલ વિગતોમાં ગુજરાત રાજ્ય સરકાર અમદાવાદ જાવક નંબર ચેરીટી કમિશ્ર્નર 11209/2019 તા.12/07/2019 બાબતે મહેસુલ વિભાગ પરિપત્ર ક્રમાંક એસ/30/2207/3347/ગ થી ધાર્મિક અને સખાવતી સંસ્થાઓને ગણવાના થાય છે. અને જે તે ટ્રસ્ટની સ્થાવર મિલ્કતોના કબજેદાર જે તે ટ્રસ્ટ હોવાથી તેઓના રેવન્યુ રેર્કડમાં નામ અને નોંધણી નંબર દર્શાવવામાં આવે તો સંસ્થાના ટ્રસ્ટીઓ, પુજારીઓ કે તેઓના વારસદારો બિનજરૂરી વિવાદો ઉભા ન કરે માટે આપશ્રી તાબાના મહેસુલી અધિકારીઓ, મામલતદારો, પ્રાંત અધિકારીઓ, તલાટી મંત્રીઓ સદર પત્ર મુજબની સંસ્થા ટ્રસ્ટના રેવન્યુ રેકર્ડ મિલ્કતોના વહીવટકર્તા તરીકે ટ્રસ્ટીના કે વારસદારોના નામો દાખલ કરવામાં આવેલ હોય તો તેઓના નામો રદ કરી માત્ર ટ્રસ્ટનું નામ અને ટ્રસ્ટનો નોંધણી નંબર દર્શાવવામાં આવે તેવી ભારપૂર્વક સુચનાઓ આપવામાં આવેલ છે. આમ, જે ગોધરા શહેરમાં બન્ને રોડો ઉપર મોટા મોટા કોમ્5લેકસો મહાલક્ષ્મી માતાની મંદિર ઉપર બનાવવામાં આવેલ છે.

જે જમીનો ઉપર વર્ષાબેન વસંત ભગત દ્વારા આ ધાર્મિક જમીનોમાં ગોધરાના ભુમાફિયાઓ દ્વારા વર્ષાબેન ભગત દ્વારા કુલમુખ્તયાર તરીકે મહાલક્ષ્મી માતાના મંદિરની જમીનો ઉપર કેટલાક વેચાણ દસ્તાવેજો સિદ્દીક યુસુફ છગ્ગા તથા ઈલ્યાસ એહમદ સીંધી તેમજ તેમના સગાસંબંધીઓ દ્વારા દસ્તાવેજો બનાવી વેચાણ વ્યવહાર કરેલ છે અને કેટલાક સબ રજીસ્ટ્રાર ગોધરા દ્વારા દસ્તાવેજો નિષ્પક્ષ અધિકારીઓએ બનાવેલ નથી. જો આ બન્ને કોમ્પ્લેકસોના વેચાણ મિલ્કતો દસ્તાવેજો તથા લેનારના નામો સાથે નિષ્પક્ષ તપાસ તેમના નિવેદનો લેવામાં આવે તેમજ ચેરીટી કમિશ્ર્નરના હુકમો મેળવવવામાં આવે તો આ બન્ને કોમ્પ્લેકસો કોના કોના ઈશારે બનેલની સંર્પૂણ વિગતો તપાસ દરમિયાન પુરેપુરી બહાર આવે તેમ છે. જે હિન્દુ સમાજ પોતાની ધાર્મિક મિલ્કતો બચાવવાની જોરશોરથી માંગો ઉઠવા પામેલ છે. ગોધરા બસ સ્ટેશનવાળા માર્ગ ઉપર હાલ મુસ્લીમ સમાજ દ્વારા હોટલનું રીનોવેશનનું કામ કોની પરમીશનથગી ચાલુું છે તે પણ વાત અતિગંભીર છે અને આ કોમ્પ્લેકસ ઉપર જો અશાંતધારો કાયમી ધોરણે નહી લગાવવામાં આવે તો ભવિષ્યમાં અનિવાર્ય બનાવો બને તેવી પુરેપુરી શકયતાઓ છે. જે તમામ રોડો ઉપર અનેક નાત-જાતિના ઈસમોની રાત-દિવસ સુધી અવરજવર ચાલુ હોય છે. જેથી ભવિષ્યમાં અશાંતધારો ધાર્મિક મહાલક્ષ્મી માતાની પોતાની માલિકીનો લાદેલ હોય અને તેઓ દ્વારા આવું બાંધકામ દુર કરી કરવા આદેશો પણ કાર્યવાહી જરૂરી છે. જેથી કાયદાની મર્યાદા તોડનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી પોતાની હિન્દુ સમાજની મિલ્કતો ધાર્મિક હર એકના ભારતના નાગરિક ફરજ બને છે. તેવી માંગો ઉઠવા પામેલ છે.