મુંબઇ,
વર્લ્ડ ચેમ્પિયન નિખત ઝરીન, ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા લોવલીના બોર્ગોહેનની સામે કોણ જીતી શકે. ભારતીય બોક્સિંગની આ બે દમદાર મહિલાઓએ રાષ્ટ્રીય મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પર પ્રભુત્વ જમાવ્યું હતું. નિખત અને લવલીના બંનેએ સોમવારે રમાયેલી પોતપોતાની ફાઇનલ મેચ જીતીને ગોલ્ડ કબજે કર્યો હતો.
આસામની લવલીનાએ ૭૫ કિગ્રા વજન વર્ગમાં સર્વિસીસની અરુંધતી ચૌધરીને ૫-૦થી હાર આપી હતી. બીજી તરફ, ૫૦ કિગ્રા વજન વર્ગમાં ટાઈટલ બચાવવા માટે નિખતે થોડો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેણે તેની છેલ્લી મેચ ૪-૧થી જીતી હતી.વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનારી મંજુ રાનીએ તમિલનાડુની એસ. કલાઈવાનીને ૫-૦થી હાર આપી. શિક્ષાએ ૫૪ કિગ્રામાં, પૂનમે ૬૦ કિગ્રામાં, શશિ ચોપરાએ ૬૩ કિગ્રામાં અને નૂપુરે ૮૧ કિગ્રામાં ગોલ્ડ જીત્યો હતો. આ તમામ ખેલાડીઓ એક જ ટીમ રેલવેનો ભાગ હતા, જેણે નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં કુલ ૧૦ મેડલ જીત્યા હતા.રેલવેએ ૧૦ મેડલ જીતીને ચેમ્પિયનશિપની ટીમ ટ્રોફી જીતી હતી. બીજી તરફ ૧ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૫ બ્રોન્ઝ જીતનાર મધ્યપ્રદેશ અને ૨ ગોલ્ડ, ૨ બ્રોન્ઝ જીતનાર હરિયાણા બીજા અને ત્રીજા ક્રમે છે.
મણિપુરની યુવા બોક્સર સનમચા ચાનુએ મધ્યપ્રદેશની શ્રુતિ યાદવને ૩-૨થી હરાવીને ૭૦ કિગ્રા વર્ગનો ખિતાબ જીત્યો હતો. ચાનુએ ૨૦૨૧ યુથ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ જીત્યો હતો. હરિયાણાની મનીષાએ ૫૭ કિગ્રામાં, સ્વાતિએ ૮૧ કિગ્રામાં, એસએસસીબીની સાક્ષીએ ૫૨ કિગ્રામાં, મધ્યપ્રદેશની મંજુએ ૬૬ કિગ્રામાં ગોલ્ડ જીત્યો હતો.
તમને જણાવી દઈએ કે, નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં કુલ ૩૦૨ બોક્સરોએ ૧૨ કેટેગરીમાં ભાગ લીધો હતો.આસામના ગોલાઘાટ જિલ્લામાં ૨ ઑક્ટોબર ૧૯૯૭એ ટિકેન મામોની બોરગોહાઈના ઘરે લવલીનાનો જન્મ થયો હતો.લવલીનાની કારકિર્દીમાં મહત્ત્વનો પડાવ વર્ષ ૨૦૧૮માં આવ્યો, જ્યારે કૉમનવેલ્થ ગૅમ્સ માટે તેમની પસંદગી કરવામાં આવી.પરિણામ એ આવ્યું કે વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં તેમણે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.