આસામના મુખ્યમંત્રી હિમંતા સરમા ક્રિકેટ રમ્યા:ગુવાહાટી હાઈકોર્ટ અને કેબિનેટ મંત્રીઓ વચ્ચેની ક્રિકેટ મેચ રમાઈ હતી

ગુવાહાટી,આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા શનિવારે સાંજે ક્રિકેટ મેચ રમતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે બાઉન્ડ્રીને પણ શાનદાર રીતે અટકાવી હતી. શનિવારે આસામના કેબિનેટ મંત્રીઓ અને ધારાસભ્યોએ મળીને ગુવાહાટીમાં જજો સાથે એક ખાસ ક્રિકેટ મેચમાં ભાગ લીધો હતો. હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી નિમિત્તે આ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંત્રીઓ અને ધારાસભ્યોએ મળીને એક ટીમ બનાવી અને બીજી ટીમ ગુવાહાટી હાઈકોર્ટના જજોની હતી. આ ટીમો ચીફ મિનિસ્ટર ઈલેવન અને ચીફ જસ્ટીસ ઈલેવનના નામે બની હતી. ક્રિકેટ મેચ ટાઈ થઈ હતી અને અંતે બંને ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી.

સીએમ સરમાએ બાઉન્ડ્રી તરફ જતા બોલને પોતાના પગથી અટકાવ્યો હતો. બોલ બાઉન્ડ્રી તરફ જતો હતો. તે જ સમયે તેઓ દોડતા આવ્યા અને બોલને પોતાના પગથી રોકી દીધો હતો. આ પછી તેમણે થ્રો ફેંક્યો હતો.