અસારવા સિવિલમાં કલાકો સુધી ડૉક્ટર ન આવતા ૧૧ માસના બાળકનું મોત

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના તબીબની ગંભીર બેદરકારી સામે આવી છે. વાત જાણે એમ છે કે, સિવિલ હોસ્પિટલમાં કલાકો સુધી તબીબ ન આવતા બાળકનું મોત થયું હોવાનો ગંભીર આક્ષેપ થતાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ કલાકો સુધી સારવાર ન મળતા જૂનાગઢના 11 માસના બાળકનું મોત થયું છે. 

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે રોજના હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. જોકે અમુક વાર અનેક હોસ્પિટલમાં તબીબની બેદરકારીને કારણે દર્દીની મોત પણ થતું હોય છે. આવી જ એક ઘટના અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં બની છે. વિગતો મુજબ જૂનાગઢના 11 માસના બાળકને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જોકે સમયસર સારવાર નહીં મળવાના કારણે બાળકનું મોત થયાનો ગંભીર આક્ષેપ થયો છે. 

માહિતી પ્રમાણે જુનાગઢના આ બાળકને ઓપરેશન કર્યા બાદ બાળકને સખત તાવ રહેતો હતો. જે બાદમાં બાળકને શુક્રાણું કોથળીના ઈલાજ માટે લવાયો હતો. જોકે સિવિલ હોસ્પિટલમાં કલાકો સુધી તબીબ ન આવતા સારવારના અભાવે બાળકનું મોત થયું હોવાનો આક્ષેપ થયો છે. આ તરફ હવે સમગ્ર મામલે સમગ્ર મામલે તપાસ કમિટીની રચના કરાઈ છે.