ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે એઆઇએમઆઇએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસી પર જોરદાર હુમલો કર્યો છે. ગિરિરાજ સિંહે તો ત્યાં સુધી કહ્યું કે ૧૯૪૭માં મોહમ્મદ અલી ઝીણાની જેમ ઓવૈસી પણ ભારતના બીજા ભાગલા કરાવશે. ગિરિરાજ સિંહે આરોપ લગાવ્યો છે કે અસદુદ્દીન ઓવૈસી કાયદા વિરુદ્ધ બોલે છે અને ઉશ્કેરણીજનક નિવેદનો કરે છે.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સમયાંતરે એઆઇએમઆઇએમ સાંસદ ઓવૈસી પર પ્રહાર કરતા રહે છે. શુક્રવારે ગિરિરાજ સિંહે કહ્યું કે ઓવૈસી કાયદાની વિરુદ્ધ બોલે છે અને ઉશ્કેરણીજનક નિવેદનો કરે છે. ઝીણા પછી, ઓવૈસી ભારતના બીજા ભાગલાનું નેતૃત્વ કરશે. ગિરિરાજ સિંહે કહ્યું કે ભારતના ભાગલા પછી ઘણા લોકો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહી ગયા. બંને દેશોમાં તેમની સાથે ઘણી ઘટનાઓ બની પરંતુ ઓવૈસીએ ક્યારેય આ વાતની નિંદા કરી નથી. ગિરિરાજે કહ્યું કે જો તે પાકિસ્તાન અથવા બાંગ્લાદેશ હોત તો ઓવૈસીનો અવાજ અત્યાર સુધીમાં દબાઈ ગયો હોત.