
- મહિસાગર એલસીબી અને બાલાસિનોર પોલીસે આરોપીની ધરપકડ કરી અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો.
મહીસાગર એલસીબી અને બાલાસિનોર પોલીસે સંયુક્ત રીતે એક આરોપીની ધરપકડ કરી તેને પાછા હેઠળ અમદાવાદ જેલમાં મોકલી આપ્યો હતો.અસામાજીક પ્રવૃત્તિ સાથે જોડાયેલ આ ઈસમ વિરૂદ્ધ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુન્હાઓ નોંધાયા હતા.
લોકસભાની ચૂંટણી અન્વયે અસામાજીક પ્રવૃત્તિ અટકાવવા મહીસાગર એસપી જયદીપસિંહ જાડેજા અને ડીવાયએસપી કમલેશ વસાવાના માર્ગદર્શન જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન તેમજ શાખાઓમાં અસામાજીક પ્રવૃત્તિ કરતા ઇસમોને શોધી કાઢવા સૂચનાઓ આપી હતી. જેના આધારે બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.બી દેવધા અને ટીમ તેમજ મહીસાગર એલસીબી પીઆઇ એ.બી.અસારી અને ટીમે હિંમતસિંહ ઉર્ફે અમથો કિરીટભાઈ ડામોર (રહે ડીટવાસ ભૂરીના મુવાડા,તા.કડાણા,જીલ્લા મહીસાગરની ધરપકડ કરી હતી. આ ઈસમ વિરૂદ્ધ મહીસાગર જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલ હોય અને તે વારંવાર ગુનાઓ કરી અસામાજીક પ્રવૃત્તિ સાથે જોડાયેલ હોય પોલીસ દ્વારા મહીસાગર કલેક્ટર સમક્ષ પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી. 3 મે ના રોજ કલેક્ટરી ભાષા દરખાસ્ત મંજુર કરતો મહીસાગર એલસીબી અને બાલાસિનોર પોલીસની ટીમ સંયુક્ત રીતે ડીટવાસ ખાતે ખાનગી વાહનો લઇ છાપો માર્યો હતો અને આરોપીને ઝડપી લઇ પસા હેઠળ અમદાવાદ મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો હતો.