મુંબઇ, રણદીપ હુડ્ડા (Randeep Hooda) તેની બેસ્ટ ફિલ્મો માટે જાણીતા છે. હાલમાં તે તેની ફિલ્મ સ્વતંત્ર વીર સાવરકરને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે વીર સાવરકરના રોલમાં જોવા મળશે. જેના પાત્ર માટે એક્ટરે ઘણી મહેનત કરી છે. આ ફિલ્મ સિવાય રણદીપ પણ હાલમાં ચર્ચામાં છે. હકીકતમાં તેને ખુલ્લા દિલથી લોકોની સેવા કરવા માટે પણ જાણીતો છે અને આ વખતે પણ એક્ટરે એવું જ કર્યું છે. હાલમાં રણદીપે હરિયાણામાં પૂર પીડિતોની મદદ કરી છે
તમને જણાવી દઈએ કે, વર્ષ 2018માં રણદીપ હુડ્ડાએ તેના મિત્રો અને પરિવારના સભ્યો સાથે બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે પાર્ટી રાખી ન હતી. તેના બદલે, તે પૂરગ્રસ્ત કેરળ પહોંચ્યો અને ખાલસા એઈડ સાથે રાહત કાર્યમાં સામેલ થયો હતો. તેણે મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પીવાનું પાણી પણ પૂરું પાડ્યું છે. હાલમાં ફરી એકવાર એક્ટરે સાબિત કર્યું છે કે તે ગોલ્ડન હાર્ટ ધરાવતો માણસ છે.