ગોધરા, આવનાર 2024ના વર્ષ માટે આયુર્વેદિક-હોમિયોપેથીક ડોક્ટર એસો.ના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. જેમાં પ્રમુખ તરીકે ડો.વિજય પટેલની અને મહામંત્રી તરીકે ડો.હર્ષદ મેહરાની અને ઉપપ્રમુખ તરીકે ડો. વીરૂ સોની અને ડો હિરેન પટેલની વરણી કરવા માં આવી હતી.
ગોધરાના શામળાજી હોમિયોપેથીક કોલેજ ખાતે યોજાયેલ આયુ.-હોમીયો. ડોક્ટર એસો.ની એક સાધારણ સભાંનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસો.ના સભ્ય એવા 260 ડોક્ટરના પ્રમુખ, મહામંત્રી તેમજ અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. તેમજ આ સભાંમાં અગાઉના તમામ પ્રમુખઓનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું