શાહરુખ ખાનના બાળકો આર્યન ખાન અને સુહાના ખાને રાત્રે મુંબઈમાં એક પાર્ટીમાં હાજરી આપી હતી. આ અવસર પર આર્યનની ગર્લફ્રેન્ડ બ્રાઝિલિયન એક્ટ્રેસ અને મોડલ લારિસા બોનેસી પણ જોવા મળી હતી. આર્યન અને સુહાના આવ્યા બાદ તે પાર્ટીમાં જોડાઈ હતી.જ્યાં આર્યન ફેડ જીન્સ અને બ્લેક ટી-શર્ટમાં પાર્ટીમાં પહોંચ્યો હતો. સુહાના લોરલ થાઈ સ્લિટ ગાઉનમાં જોવા મળી હતી. આર્યનની ફેશન બ્રાન્ડ ડી’યાવોલ પણ આ પાર્ટીમાં કો-સ્પોન્સર હતી.
આર્યન અને સુહાના આવ્યાના થોડા સમય બાદ લારિસા અહીં પહોંચી હતી. બ્લેક ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ પહેલાં પણ લારિસા આર્યન સાથે ઘણી ઈવેન્ટ્સમાં જોવા મળી હતી. બંનેએ સાથે કોન્સર્ટમાં પણ હાજરી આપી હતી. જો કે હજુ સુધી બંનેએ તેમના સંબંધો અંગે કોઈ માહિતી આપી નથી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આર્યન હાલમાં તેની દિગ્દર્શકની ડેબ્યૂ ફિલ્મ ’સ્ટારડમ’ પર કામ કરી રહ્યો છે. તેમાં બોબી દેઓલ અને મોના સિંહ જોવા મળશે. સુહાનાની આગામી ફિલ્મ ’કિંગ’ છે. આમાં તેની સાથે શાહરુખ ખાન પણ જોવા મળશે.