મુંબઇ, બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રહે છે એમ છતાં તે ઘણીવાર સમાચારમાં રહે છે. ક્યારેક આર્યન ખાન તેના સ્વેગના કારણે ચર્ચામાં આવે છે તો ક્યારેક તેના દિગ્દર્શક તરીકેની ડેબ્યૂને કારણે. પરંતુ હાલમાં જ તે આ બંને સિવાય પોતાની અંગત જિંદગીને કારણે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. વાત એમ છે કે આર્યન ખાન વિશે એવી અટકળો ચાલી રહી છે કે તે બ્રાઝિલિયન મોડલ અને એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે, જે અક્ષય કુમાર અને જોન અબ્રાહમ સાથે ફિલ્મ ’દેસી બોયઝ’માં જોવા મળી હતી. અહેવાલો અનુસાર આર્યન ખાન બ્રાઝિલની લારિસા બોન્સીને ડેટ કરી રહ્યો છે.
અત્યારે વર્ષ ૨૦૨૩ સાથે સંબંધિત આર્યન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે ડીજે માટન ગેરિક્સની ઈવેન્ટનો છે. આ વીડિયોમાં આર્યન ખાન લારિસા બોનેસી અને તેની બહેન સાથે જોવા મળ્યો હતો. આ વીડિયોને શેર કરતા યુઝરે લખ્યું કે ’આર્યન ખાન લારિસા બોનેસીને ડેટ કરી રહ્યો છે. મેં આર્યનનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કર્યું અને તેણે લારિસાના આખા પરિવારને ફોલો કરે છે.’
આર્યન ખાન વિશે વાત કરતાં યુઝરે આગળ લખ્યું, આર્યને લારિસા બોનેસીની માતાને ડાયવોલ તરફથી એક ગિટ મોકલી હતી, જે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. હું કહોતો પણ હોઈ શકું. પણ આ મારું અનુમાન છે. આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં અન્ય યુઝરે લખ્યું કે, આર્યન ખાન પણ લારિસા બોનેસીની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો હતો.
જણાવી દઈએ કે આર્યન ખાનના ડેટિંગના સમાચાર અંગે સત્તાવાર રીતે કંઈ કહી શકાય તેમ નથી. આ સમાચાર માત્ર અટકળો પૂરતા મર્યાદિત છે. લેરિસા બોનેસીની વાત કરીએ તો તે સલમાન ખાન સાથે એડ્સમાં પણ જોવા મળી છે. સાથે જ ભારતમાં રહીને તેણે ઘણા પ્રોજેક્ટ્સમાં હાથ અજમાવ્યો છે.