
નવીદિલ્હી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના સત્તાવાર બંગલાના પુન:નિર્માણમાં થયેલી ગેરરીતિઓ અને ઉલ્લંઘનોનું વિશેષ ઓડિટ કરશે. ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (સીએજી) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન ૬, ફ્લેગ સ્ટાફ રોડ, સિવિલ લાઇન્સ, દિલ્હીના નવીનીકરણમાં વહીવટી અને નાણાકીય ગેરરીતિઓનું વિશેષ ઓડિટ કરશે. આ અંગે કેન્દ્ર દ્વારા કેગને કરવામાં આવેલી અનુરોધ બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.
૨૪ મે, ૨૦૨૩ના રોજ એલજી સચિવાલયની ભલામણ બાદ ગૃહ મંત્રાલયે આ કાર્યવાહી કરી છે. ૨૪ મેના રોજ, એલજીની ઓફિસે કેજરીવાલના સત્તાવાર બંગલાના રિનોવેશનથી સંબંધિત ખર્ચ સંબંધિત મામલાને લઈને કેગ દ્વારા વિશેષ ઓડિટની ભલામણ કરી હતી. જેમાં મુખ્યમંત્રીના નામના સરકારી નિવાસસ્થાનના રિનોવેશનમાં નાણાંકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાની ચર્ચા હતી.