નવીદિલ્હી,દિલ્હીના પૂર્વ શિક્ષણ મંત્રી અને અરવિંદ કેજરીવાલના નજીકના સહયોગી મનીષ સિસોદિયાની ધરપકડ બાદ પણ અરવિંદ કેજરીવાલે એજન્સી પર આરોપ લગાવ્યો હતો. પરંતુ આના બદલામાં એજન્સીએ વળતો જવાબ આપ્યો છે કે, તેમની પાસે તમામ પૂછપરછ અને તપાસના ઓડિયો અને વીડિયો રેકોર્ડ્સ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના દાવા પર ઈડીએ વળતો જવાબ આપ્યો છે. કેજરીવાલે કહ્યું ઈડી પૂછતાછ દરમિયાન ટોર્ચર કરે છે જેને લઈ એજન્સીના એક અધિકારીએ જણાવ્યું કે, તમામ આરોપીઓની પૂછપરછ અને નિવેદનનો ઓડિયો અને વીડિયો ઉપલબ્ધ છે. ત્રાસનો દાવો પાયાવિહોણો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવેદન પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વળતો જવાબ આપ્યો છે. અગાઉ કેજરીવાલે કહ્યું હતું કે, ઇડી દારૂ નીતિ કૌભાંડમાં આરોપી નેતાઓને ટોર્ચર કરી રહી છે. તેમના પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે અને તેમના નિવેદન લેવામાં આવી રહ્યા છે.
દિલ્હીના પૂર્વ શિક્ષણ મંત્રી અને અરવિંદ કેજરીવાલના નજીકના સહયોગી મનીષ સિસોદિયાની ધરપકડ બાદ પણ અરવિંદ કેજરીવાલે એજન્સી પર આરોપ લગાવ્યો હતો. પરંતુ આના બદલામાં એજન્સીએ વળતો જવાબ આપ્યો છે કે, તેમની પાસે તમામ પૂછપરછ અને તપાસના ઓડિયો અને વીડિયો રેકોર્ડ્સ છે અને જો જરૂર પડશે તો તેને કોર્ટમાં રજૂ પણ કરશે. એજન્સીના એક અધિકારીએ જણાવ્યું કે, ઈડી પાસે તમામ આરોપીઓના સંપૂર્ણ સીસીટીવી ફૂટેજ છે. રિસેપ્શન પોઈન્ટ કે જ્યાં કોઈ ઈડી ઓફિસમાં પ્રવેશે છે ત્યાંથી લઈને પૂછપરછ રૂમની અંદર સુધી રેકોર્ડ્સ અસ્તિત્વમાં છે. અત્યાર સુધી દારૂ નીતિ કૌભાંડના આરોપીઓના નિવેદન ઓડિયો અને વિડિયો બંને રેકોર્ડ કરવામાં આવ્યા છે. સીસીટીવી નેટવર્ક દ્વારા સમગ્ર કોરિડોર, પૂછપરછ રૂમ અને લોક-અપ સેલનું કવરેજ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું આ ઓફિસમાં કોઈની પર અત્યાચાર કરવામાં આવતો નથી કે કોઈનું નિવેદન બળપૂર્વક લેવામાં આવતું નથી.
ઈડી નું નવું હેડક્વાર્ટર, લ્યુટિયન્સ દિલ્હીના મયમાં એપીજે અબ્દુલ કલામ રોડ પર સ્થિત, વિશાળ કાચની બારીઓ અને કેન્દ્રીય વાતાનુકૂલિત ઓરડાઓ સાથેનું આધુનિક કાર્યાલય છે. તેની બિલ્ડિંગના ત્રીજા માળે, પૂછપરછ રૂમની બરાબર સામે, ઓછામાં ઓછા અડધો ડઝન લોક-અપ્સ છે જ્યાં આરોપીને અટકાયતમાં લીધા પછી તરત જ ખસેડવામાં આવે છે. અગાઉ, ઈડીએ એક આરોપીને રાત્રિ રોકાણ માટે બિલ્ડિંગ (પોલીસ સ્ટેશન)ની બહાર ખસેડવો પડ્યો હતો. જેથી અહી વધારે સમય કોઈ પણને લોકાપમાં મૂકવામાં આવતો નથી.
અધિકારીએ કહ્યું કે, ઈડી એ દરેક કેસ અને આરોપીઓ માટે એસઓપી તૈયાર કરી છે. જેમાં પૂછપરછ, ધરપકડ અને કસ્ટોડિયલ વગેરે બાબત માટે આ અનુસરવામાં આવતી હોય છે. આ એસઓપીમાં પરિસરમાં પ્રવેશ સમયે નિવેદનોના ઓડિયો અને વિડિયો રેકોડગ અને ફોટો ઓળખ માટેની ચોક્કસ પ્રક્રિયાઓ છે.
જણાવી દઈએ કે, રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક દિવસ પહેલા ઈડી પર આરોપ લગાવ્યો હતો કે લિકર પોલિસી કૌભાંડમાં જ્યારે ઈડી પોતાના આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ રહી છે, ત્યારે હવે તે સિસોદિયા પર મોબાઈલ તોડવાનો, પુરાવા ભૂંસી નાખવાનો આરોપ લગાવી રહી છે. તેમણે કહ્યું હતું કે એજન્સી આરોપી નેતાઓને ટોર્ચર કરી રહી છે. તેમના પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે અને તેમના નિવેદન લેવામાં આવી રહ્યા છે.