અરવિંદ કેજરીવાલે અન્ના હજારે સાથે છેંતરપીડી કરી છે : હરિયાણાના મુખ્યમંત્રી

નવીદિલ્હી,

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ભારે પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું કે પીઠ પાછળ છરો ભોંકરનારા આ આદમી(અરવિંદ કેજરીવલાલ અન્ના હજારેના પીઠમાં છુરો ભોંકી તેમને પાછા મોકલી દીધા છે અને ખુદ સત્તામાં બેસી ગયા છે.તેમની સરકારમાં આવવાની કોઇ કાબેલિયત નથી આ સરકારમાં રાજનીતિ કરે છે પરંતુ રાજ કરવાનું આવડતુ નથી

તેમણે કહ્યું કે એક છેંતરપીડી અન્ના હજારેની સાથે થઇ એક દિવસે તેમણે ભ્રષ્ટ્રાચારની વિરૂધ અવાજ ઉઠાવ્યો હતો જે લોકોને ખુબ પસંદ આવ્યો અને કેજરીવાલની સરકાર બનાવી દીધી ખટ્ટરે આ વાત દિલ્હીના નરેલામાં એક જાહેરસભાને સંબોધિત કરતા કહી છે.

આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીની આગામી નગર નિગમ ચુંટણીમાં તે લોકોને મત ન આપતા જે શહેરમાં વિકાસ અને કલ્યાણના કામમાં અવરોધ ઉભો કરવા માંગે છે.મય દિલ્હીના પહાડગંજમાં દિલ્હી નગર નિગમની ચુંટણી પ્રચાર અભિયાનમાં તેમણે સ્કુલો તથા હોસ્પિટલોના નિર્માણની સાથે મફત વીજળી અને પાણી ઉપલબ્ધ કરાવવામાં પોતાની સરકારના પ્રયાસોની બાબતમાં વાત કહી હતી. તેમણે અફસોસ વ્યકત કર્યો હતો કે સરકાર શહેરમાં સાફ સફાઇમાં સુધાર કરવા માટે વધુ કાંઇ કરી શકી તેમણે કહ્યું કે તેની જવાબદારી દિલ્હી નગર નિગમની છે.જો નગર નિગમ આપની બનશે તો શહેરને સ્વચ્છ કરવામાં આવશે