ઇટાનગર, અરુણાચલ પ્રદેશમાં મતદાન પહેલા જ સીએમ પેમા ખાંડુ સિહત ભાજપના ૫ ઉમેદવારોની જીત લગભગ નક્કી થઈ ગઈ છે. વાત જાણે એમ છે કે આ ઉમેદવારોની સામે કોઈ ઉમેદવાર ઊભા રહ્યા નથી. કોઈ પણ ઉમેદવારે તેમના વિરુદ્ધ નામાંકન દાખલ કર્યું નથી. અત્રે જણાવવાનું કે અરુણાચલ પ્રદેશમાં ૧૯ એપ્રિલના રોજ વિધાનસભાની ૬૦ બેઠકો માટે મતદાન થવાનું છે. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુના મુક્તો વિધાનસભા વિસ્તારથી નિવરોધ ચૂંટાઈ આવે તેવી સંભાવના છે. એટલું જ નહીં ભાજપના અનેક અન્ય ઉમેદવારો પણ અલગ અલગ વિધાનસભા સીટથી નિવરોધ ચૂંટાઈ શકે છે.
રિપોર્ટ્સથી એવા સંકેત મળ્યા છે કે અરુણાચલ પ્રદેશની પાપુમ પારે સહિત અનેક બેઠકો પર વિપક્ષી ઉમેદવારોએ નામાંકન દાખલ કર્યા નથી. જેના કારણે ૫ સીટો પર સત્તાધારી પક્ષની જીતનો રસ્તો સરળ બન્યો છે. સગાલીથી એર રાતૂ તેચી નિવરોધ જીત મેળવવા માટે એક વધુ પ્રમુખ દાવેદાર તરીકે ઉભર્યા છે. આ ઉપરાંત નિચલે સુબનસિરી જિલ્લાના ઝીરોથી એર હેજ અપ્પાએ પણ કોઈ વિરોધનો સામનો કરવો પડ્યો નથી. જેના કારણે ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની છે.
આ ઉપરાંત તાલીથી જિક્કે તાકો, તલિહાથી ન્યાતો ડુકોમ, સાગાલીથી રાતુ તેચી અને રોઈંગ વિધાનસભા મતવિસ્તારોથી મુચ્ચુ મીઠી પણ નિવરોધ જીત મેશવશે. અત્રે જણાવવાનું કે સાગલીથી વિધાયક તરીકે ૩૦ વર્ષ સેવા આપનારા પૂર્વ મુખ્યમંત્રી નબામ તુકીએ આ વખતે સંસદીય ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. તેઓ આલોથી ચૂંટણી લડી રહ્યા છે.