આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ કાંકણપુર ખાતે “શિક્ષક દિન” ઉત્સાહ ભેર ઉજવાયો

કાંકણપુર ખાતે આવેલ જે.એલ.કે.કોટેચા આર્ટસ અને એસ.એચ.ગાર્ડી કોમર્સ કોલેજમાં ડો. સર્વલ્લી રાધાકૃષ્ણના જન્મદિનને શિક્ષક દિન ભારે દબદબાભેર ઉજવવામાં આવ્યો. શિક્ષકદિન નિમિત્તે આર્ટ્સ – કોમર્સ ફેકલ્ટીના 60 જેટલાં વિધાર્થીઓ ખુદ પ્રાધ્યાપકના રૂપમાં ભાગ લીધો. લેકચર્સ લીધાં.આચાર્ય અને ઉપાચાર્ય તરીકે પણ વિધાર્થીઓએ પણ ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય ડો.જે.પી પટેલના સૂચન અને માર્ગદર્શનથી ડો. કે. જી. ચંદાના તથા ડો. પી. એમ. અમીને કર્યું હતું. સાથે કોલેજના તમામ પ્રોફેસર મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંપૂર્ણ સહયોગ કર્યો હતો.

શિક્ષણ કાર્ય પછી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગ લીધેલ વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો પ્રતિભાવ રૂપે શેર કર્યા. આચાર્ય ડો. જે.પી. પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પેન આપી સન્માનિત કરવામાં આવ્યા. સમાજ સેવા, રાષ્ટ્ર નિર્માણ માટે વિધાર્થીઓને સજગ બનવા સંદેશ આપવામાં આવ્યો. ભાગ લીધેલ વિધાર્થીઓને ભાવિ શિક્ષક અને પ્રોફેસર બનવા આચાર્ય અને સમસ્ત સ્ટાફે શુભેરછાઓ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. કે.જી.ચંદાનાએ કર્યુ અને આભારવિધિ ડો. પી.એમ. અમીને કરી હતી. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન રવામાં આવ્યું અને ચા. નાસ્તો કરી તથા ફોટો ફંકશન કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.