મહિસાગર,
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, લુણાવાડા મહિસાગરની અખબારી યાદીમાં જણાવ્યાનુસાર મહિસાગર જિલ્લાની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, આગામી નવા રજીસ્ટર થતા ટુ વ્હિલર(મોટર સાઇકલ) સીરીઝGJ35-K, Gj35-L અને GJ35-M તથા ફોર વ્હિલર GJ35-h અને GJ35-N વાહનોના બાકી રહેલ ફેન્સી નંબરની ઓનલાઇન હરાજી શરૂ કરવામાં આવનાર છે. જેથી ઓનલાઇન હરાજીનો મહત્તમ લાભ લેવા જણાવવામાં આવે છે.
ઇ-ઓકશન પ્રક્રિયા ઓનલાઇન હરાજી કરવાની તારીખ 29/11/2022 થી ઓનલાઇન હરાજી કરવાની છેલ્લી તારીખ 01/12/2022 સાજે 03:59 કલાક સુધી રહેશે. ઇ-ઓકશન શરૂ તારીખ 01/12/2022, 04.00 કલાક થી અને ઇ-ઓક્શન સમાપ્ત તારીખ 03/12/2022 સાંજે 04:00 કલાક સુધી રહેશે.
પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા માટે Https: //vahan.parivahan.gov.in.fancy. પર નોંધણી યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવી વાહન વ્યવહાર કમિશ્ર્નરની કચેરીના પરિપત્ર ક્રમાંક નં.આઇ.ટી/પસંદગી નંબર/Online auction/7421 તા.12/10/2017Appendix-A(આ સાથે સામેલ છે) ની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે અરજદારએ હરાજીની પ્રક્રિયા પુરી થયાના 5 દિવસમાં બીડ અમાઉન્ટના નાણા જમા કરાવવના રહેશે. અરજદાર જો આ નિયત મર્યાદામ નાણા ચૂકવવામાં નિષ્ફળ જશે તો મૂળ રકમને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે. જેમાં અરજદાર કોઇ વાંધો લઇ શકશે નહીં.અસફળ અરજદારએ રીફંડ માટે જે તે અરજદારના ખાતામાં SBI e-pay દ્વારા અત્રેની કચેરી દ્વારા પરત કરવામાં આવશે.