મહિસાગર,
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, લુણાવાડા મહિસાગરની અખબારી યાદીમાં જણાવ્યાનુસાર મહિસાગર જિલ્લાની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, આગામી નવા રજીસ્ટર થતા ટુ વ્હિલર(મોટર સાઇકલ) સીરીઝ GJ35-K, Gj35-L અને GJ35-M અને તથા ફોર વ્હિલર GJ35-h અને GJ35-N વાહનોના બાકી રહેલ ફેન્સી નંબરની ઓનલાઇન હરાજી શરૂકરવામાં આવનાર છે. જેથી ઓનલાઇન હરાજીનો મહત્તમ લાભ લેવા જણાવવામાં આવે છે.
ઇ-ઓકશન પ્રક્રિયા ઓનલાઇન અરજી કરવાની તારીખ 23/11/2022 અને ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 25/11/2022 સાજે 04:00 કલાક સુધી રહેશે.ઇ-ઓકશન શરૂતારીખ 26/11/2022 અને ઇ-ઓક્શન સમાપ્ત તારીખ 27/11/2022 સાંજે 04:00 કલાક સુધી રહેશે.
પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા માટે Https://vahan.parivehan.gov.in/fancy પર નોંધણી યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવી વાહન વ્યવહાર કમિશ્નરની કચેરીના પરિપત્ર ક્રમાંક નં.આઇ.ટી/પસંદગી નંબર/Online auction/7421 તા.12/10/2017 Appendix-A((આ સાથે સામેલ છે) ની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે અરજદારએ હરાજીની પ્રક્રિયા પુરી થયાના 5 દિવસમાં બીડ અમાઉન્ટના નાણા જમા કરાવવના રહેશે.અ રજદાર જો આ નિયત મર્યાદામ નાણા ચૂકવવામાં નિષ્ફળ જશે તો મૂળ રકમને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે જેમાં અરજદાર કોઇ વાંધો લઇ શકશે નહીં.અસફળ અરજદારએ રીફંડ માટે જે તે અરજદારના ખાતામાં SBI e-pay દ્વારા અત્રેની કચેરી દ્વારા પરતકરવામાં આવશે.