દાહોદ,સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા ટુ વ્હીલર વાહનો માટેના ગોલ્ડન, સિલ્વર નંબરોની જૂની સીરીઝ GJ20BH તથા ફોર વ્હીલરની જૂની સીરીઝ GJ20CB નું રી -ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-ઓકશન માટે ઓનલાઈન અરજી તા.22 મે, 2024 સાંજે 4 વાગ્યા થી તા. 24 મે, 2024 સાંજે 4 વાગ્યા સુધીમાં કરી શકાશે. તેમજ ઈ – ઓક્શન શરૂ થવાની તા. 24 મે, 2024 થી તા. 26 મે, 2024 સુધી રહેશે.
ઓનલાઈન ઈ-ઓકશનમાં ભાગ લેવા માટે અરજદારે https://parivahan.gov.in/parivahan/fancy પર નોંધણી, યુઝર આઈ.ડી.પાસવર્ડ તૈયાર કરવા અને હરાજી, ચૂકવણુ કરવું, વાહન નંબર મેળવવા સહિતની પ્રક્રિયામાં સૂચનાઓ મુજબ ભાગ લેવાનો રહેશે. વાહન ખરીદીના સાત દિવસની અંદર ઓનલાઈન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. અરજદારે અરજી પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણા જમા કરાવવાના રહેશે. અરજદાર જો નિયત સમય મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય તો મૂળ ભરેલી રકમને જપ્ત કરી ફરીવાર હરાજી કરવાની રહેશે. આર.બી.આઈ. દ્વારા નક્કી કરવામાં આવેલ દરે ઓનલાઈન ઈ-ઓકશનમાં, અરજદારે ચાર્જ ચૂકવવાનો રહેશે એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દાહોદ દ્વારા જણાવાયું છે.