’આર્ટિકલ ૩૭૦’ની કમાણીમાં જોવા મળ્યો ઉછાળો, શનિવારે શાનદાર રહ્યું કલેક્શન

મુંબઇ, યામી ગૌતમ અને પ્રિયામણી સ્ટારર ફિલ્મ ’આર્ટિકલ ૩૭૦’ ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ શુક્રવારના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મને દર્શકો તરફથી પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. ફિલ્મે પ્રથમ દિવસે શાનદાર પ્રદર્શન કરતા સારું કલેક્શન કર્યું હતું. હવે બીજા દિવસે પણ ફિલ્મની કમાણીમાં ઉછાળો જોવા મળ્યો છે.

સૈકનિલ્કના રિપોર્ટ પ્રમાણે, ફિલ્મ ’આર્ટિકલ ૩૭૦’એ ફર્સ્ટ શનિવારે ૭.૭૫ કરોડનું કલેક્શન કર્યું છે. જો કે, આ અંદાજીત આંકડા છે, વાસ્તવિક આંકડા આવવાના બાકી છે. પ્રથમ દિવસે ફિલ્મે ૬.૧૨ કરોડનું કલેક્શન કર્યું હતું. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન ૧૩.૮૭ કરોડ થઈ ગયું છે.

પ્રથમ બે દિવસના આંકડા જોતા ફિલ્મ માટે સંડે મહત્ત્વપૂર્ણ સાબિત થવાનો છે. આ ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે, જેની અસર તેની કમાણી પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. કાશ્મીરથી આર્ટિકલ ૩૭૦ હટાવવાના મુદ્દા પર આધારિત આ ફિલ્મ દર્શકોને સિનેમાઘરોમાં ખેંચી રહી છે.