પીડબ્ય્લુસી ઇન્ડિયાનો હાલમાં જ આવેલો રિપોર્ટ એમ કહે છે કે આગામી ચાર વર્ષોમાં દેશમાં ડિજિટલ લેવડ-દેવડ ત્રણ ગણી વધી જશે. જેમાં યુપીઆઇનો હિસ્સો ૯૧ ટકા હશે, ન માત્ર દેશની અર્થવ્યવસ્થા, બલ્કે સામાન્ય નાગરિકોના જીવનમાં આવી રહેલા બદલાવોનો પણ સંકેત આપે છે. અસલમાં દેશમાં ઇન્ટરનેટની વધતી પહોંચ અને સ્માર્ટફોનના પ્રસારે ડિજિટલ લેવડ-દેવડને આમ જનતા સુધી પહોંચીડી દીધી છે. નાના કસ્બા અને ગામડાંમાં પણ હવે ડિજિટલ ચૂકવણીનો ઉપયોગ ઝડપતી વધી રહ્યો છે.
ડિજિટલ ઇન્ડિયા પહેલ અને યુપીઆઇ (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) જેવા સરળ અને સુલભ સાધનોથી આ ક્રાંતિને ગતિ આપી છે. ક્યુઆર કોડનું ચલણ એ હદે વધાર્યું છે કે આજે શાકભાજી વેચનારાથી માંડીને મોચી સુધી તમને ડિજિટલ ચૂકવણીની સુવિધા આપતા જોવા મળે છે, જેનો અર્થ છે કે તેઓ પણ બેંકમાં પોતાનું ખાતુ સંચાલિત કરી રહ્યા છે. દેખીતું છે કે યુપીઆઇનો ઉપયોગ આથક સમાવેશનને પણ મજબૂતી આપી રહ્યો છે, જેનાથી દેશના પ્રત્યેક નાગરિકને આથક પ્રણાલીનો હિસ્સો બનવાનો અવસર મળી રહ્યો છે. તે ઉપરાંત દેશની અર્થવ્યવસ્થાની રોકડ મુક્ત સમાજ તરફ અગ્રેસર થવું ન માત્ર પારદશતાને ઉત્તેજન આપશે, પરંતુ ભ્રષ્ટાચાર અને કાળા નાણાના ચલનને પણ ઓછું કરશે.
ઉલ્લેખનીય છે કે ભારતની ૧.૪ અબજની આબાદીમાં લગભગ ૯૦ કરોડ બેંક ખાતાં છે જે દેશમાં યુપીઆઇ ક્રાંતિનો આધાર બની રહ્યાં છે. અને જેનાથી પ્રભાવિત થઈને જ ભુટાન, નેપાળ, શ્રીલંકા, સિંગાપોર, યુએઇ, મોરેશિયસ, ફ્રાન્સ, પેરુ વગેરે દેશોએ પણ ભારતીય યુપીઆઇનો સ્વીકાર કર્યો છે. હાલમાં રિઝર્વ બેંકના ગવર્નરનું એમ કહેવું કે ભારત યુપીઆઇને વૈશ્ર્વિક બનાવવા પર યાન આપી રહ્યું છે, તે દર્શાવે છે કે દેશની અર્થવ્યવસ્થામાં યુપીઆઇને કેટલી ગંભીરતાથી લેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે નાણાંકીય વર્ષ ૨૦૨૪માં યુપીઆઇ દ્વારા લેવડ-દેવડ ૧૩૧ અબજ સુધી પહોંચ્યું, જ્યારે ૨૦૨૩માં તે લગભગ ૮૪ અબજ હતું. ૨૦૨૯ સુધી યુપીઆઇ દ્વારા ૪૩૯ અબજ લેવડ-દેવડ થઈ જવાની આશા રાખવામાં આવે છે. હાલમાં જ ખેડૂતો અને નાના ઉદ્યમીઓની સગવડનું યાન રાખતાં કેન્દ્રીય બેંકે જલ્દી યુએલઆઇ એટલે કે યુનિફાઇડ લેન્ડિંગ ઇન્ટરફેસ લાવવાની પણ વાત કરી છે, જે ખરેખર સ્વાગતયોગ્ય છે અને જેનાથી યુપીઆઇના લ-યો મેળવવામાં પણ મદદ મળી શકશે.
ડિજિટલ ચૂકવણીના ક્ષેત્રે અત્યાર સુધીની ઉપલબ્ધિઓ ખરેખર ભારતને વૈશ્ર્વિક સ્તર પર નવી ઓળખ આપી રહી છે, પરંતુ સાઇબર સુરક્ષા, ડિજિટલ સાક્ષરતાનો અભાવ, ગ્રામીણ ક્ષેત્રોમાં ઇન્ટરનેટની પહોંચ અને ડિજિટલ ચૂકવણી પ્રત્યે અવિશ્ર્વાસ જેવી સમસ્યાઓ છે, જેનું સમાધાન થાય તે દેશ ડિજિટલ મહાશક્તિ બને તે માટે જરૂરી છે.