અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ ગઈ. વડાપ્રધાન મોદીની હાજરીમાં આ એક સફલ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આયોજન રહ્યું. તેણે ભારતના ધાર્મિક અને સાંસ્કૃતિક પરિદૃશ્ય પર પોતાની ઊંડી છાપ છોડી છે, જેનો સામાજિક-આર્થિક તાણાવાણા પર પણ દૂરગામી પ્રભાવ પડશે. આ આયોજનના આર્થિક અને સાંસ્કૃતિક મહત્ત્વથી અલગ એ પણ જોવું પડશે કે અયોધ્યા અને તેની આસપાસ રહેનારા લોકો માટે તેના શા નિહિતાર્થ છે. રામલલાના વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં અહીં લોકો આવે તેવી સંભાવના છે. તેનું સ્થાનિક અર્થતંત્ર અને માળખા પર પણ સકારાત્મક પ્રભાવ પડશે. આગંતુકોની ઝડપી આવકથી કારોબારને વિસ્તાર મળશે અને રોજગારના અવસરો પેદા થશે, જેનાથી આ ક્ષેત્રનો વધુ વિકાસ થશે. એ નિશ્ચિત છે કે અયોધ્યા અને તેની નજીકનાં શહેરોને તેનો વ્યાપક લાભ મળશે.
કેટલાય દેશો માટે ધાર્મિક પર્યટન વિદેશી મુદ્રાથી તેમની ઝોળી ભરનારું સાબિત થયું છે. વેટિકન સિટીનું જ ઉદાહરણ લો, જ્યાં દર વર્ષે કરોડોની સંખ્યામાં ઇસાઇ શ્રદ્ઘાળુઓ જાય છે. વેટિકન સિટીનું અર્થતંત્ર મુખ્ય રૂપે પર્યટન, મ્યુઝિયમ, પ્રતીક ચિહ્નોનું વેચાણ અને અન્ય સંબંધિત ખર્ચના આધારે ચાલે છે. વિશ્વના સૌથી પ્રાચીન શહેરોમાંથી એક અને હિંદુઓની આસ્થાના એક પ્રમુખ કેન્દ્ર વારાણસીમાં પણ ધાર્મિક પર્યટન આર્થિક ગતિવિધિઓની મહત્ત્વની ચાવી છે. અહીં આવનારા પર્યટક ધર્મસ્થળો સિવાય સ્થાનિક ઉદ્યમો, હસ્તશિલ્પ ઉદ્યોગ અને સાંસ્કૃતિક ક્ષેત્રને પણ લાભાન્વિત કરે છે. આ ઉદાહરણ એ જ દર્શાવે છે કે તીર્થાટન ન માત્ર સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવનાઓને સશક્ત કરે છે, પરંતુ સ્થાનિક અર્થતંત્રને પણ નિરંતર રૂપે ગતિ પ્રદાન કરે છે.
દુનિયામાં કેટલાય એવા મુખ્ય પર્યટન કેન્દ્રો છે, જેના ચોમુખી વિકાસમાં તીર્થાટને મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ભારતમાં તો તે વધુ પ્રત્યક્ષ રૂપે દેખાય છે. કેન્દ્રીય પર્યટન મંત્રી જી.કિશન રેડ્ડીએ થોડા સમય પહેલાં સંસદમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં ધાર્મિક સ્થળોમાં આવાજાહી વધી ગઈ છે. કોવિડ કાળમાં આ સિલસિલો થોડો અટક્યો, પરંતુ ૨૦૨૨માં ઘરેલુ પર્યટકોનો આંકડો લગભગ ૧૫ કરોડના સ્તર પર પહોંચી ગયો. એ વર્ષે ઘરેલુ પર્યટનમાં ૧૧૧.૬૧ ટકાનો વધારો નોંધાયો. વિદેશી પર્યટકોની સ્થિતિ પણ આ જ વલણને અનુરૂપ છે. ૨૦૧૭માં ૨.૬૯ કરોડ વિદેશી પર્યટકો ભારત આવ્યા જેમની સંખ્યા ૨૦૧૯માં વધીને ૩.૧૪ કરોડ થઈ ગઈ. જોકે ત્યારબાદ કોવિડ કાળમાં કેટલાય પ્રતિબંધોથી આ સિલસિલો કંઇક અટકી ગયો, જેમાં ૨૦૨૨માં જોરદાર પલટો જોવા મળ્યો. એ વર્ષે વિદેશી પર્યટકોની સંખ્યા ૫૦૯.૫૨ ટકા વધી. અર્થતંત્રમાં પણ તેનું વ્યાપક યોગદાન રહ્યું. ૨૦૨૦માં વિદેશી વિનિમયથી થનારી આવકમાં આવેલ ઘટાડાની તેનાથી ભરપાઈ થઈ. વર્ષ ૨૦૨૨માં પર્યટકોના માધ્યમથી ૧,૩૪,૫૪૩ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા. આ વૃદ્ઘિ ૧૦૬.૮ ટકા વૃદ્ઘિ રહી. કેન્દ્રીય પર્યટન મંત્રાલયની પીઆરએએસએચએડી- એટલે કે પ્રસાદ (તીર્થયાત્રા કાયાકલ્પ અને આધ્યાત્મિક , વિરાસત સંવર્ધન અભિયાન) જેવી પહેલ તીર્થાટનની આર્થિક સંભાવનાઓનો લાભ લેવા સરકારી પ્રયાસોને સમર્પિત છે. આ યોજના અંતર્ગત ૧૫૮૬ કરોડ રૂપિયાના રોકાણથી ૪૫ પરિયોજનાઓને મંજૂરી મળી ચૂકી છે. આ યોજનાઓનો ઉદ્દેશ્ય ધાર્મિક સ્થળોના બુનિયાદી માળખાને બહેતર બનાવવાનો છે, જેથી પર્યટન વધે.અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની સાથે જ અહીં અને આસપાસ વિકસિત થતા વ્યાપક બુનિયાદી માળખા સ્થાનિક અર્થવ્યવસ્થાને પાંખો લગાવવા માટે તત્પર દેખાય છે. અહીં તીર્થાટનનો ચક્રિય પ્રભાવ તમામ આર્થિક સંકેતો અને વિકાસ ગતિવિધિઓમાં પ્રત્યક્ષ દેખાશે. પ્રત્યક્ષ આર્થિક પ્રભાવોને જોઇએ તો ૨૦૧૭માં લગભગ બે લાખ પર્યટક અયોધ્યા આવ્યા, જેમની સંખ્યા ૨૦૨૨માં બે કરોડથી વધુ થઈ ગઈ. આટલી મોટી સંખ્યામાં લોકોના આગમનથી આવાસ, ખાનપાન અને પરિવહન જેવી સેવાઓ માટે સંભાવનાઓ બની, જેનો લાભ સ્થાનિક લોકોને મળ્યો. માનવામાં આવે છે કે માત્ર આતિથ્ય સત્કાર ઉદ્યોગમાં જ અયોધ્યા અને આસપાસના એક લાખ રોજગાર સર્જન થયા છે. ત્યાં જ પરિવહન ઉદ્યોગે પણ ૨૦,૦૦૦થી વધુ લોકોને કામ આપ્યું છે. પર્યટકોની સંખ્યામાં વધારાથી હસ્તશિલ્પ, ધાર્મિક પ્રતીકો એ ખાનપાનના કારોબારે પણ ગતિ પકડી છે.