- યોગ્ય લાયકાત ધરવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી.
- ઉમેદવારોને તા. 28/08/2024 સુધીમાં કચેરી સમય દરમિયાન અરજી કરવા જણાવવામાં આવે છે.
આર્મી રીક્રુટીંગ ઓફીસ અમદાવાદ દ્વારા લશ્કરી ભરતીમેળો યોજનાર છે. આર્મીમાં જોડાવવા માંગતા મહીસાગર જીલ્લાનાં ઉમેદવારોને તાલીમ મળી રહે તે માટે યોગ્ય લાયકાત ધરવતા ઉમેદવારો પાસેથી જીલ્લા રોજગાર વિનિમય કચેરી, મહીસાગર દ્વારા અરજી મંગાવવામાં આવે છે.
આ તાલીમમાં વિના મુલ્યે રેહવા અને જમવાની સુવિધા રાખેલ છે. 17.5 થી 21 વર્ષ સુધીની વય ધરવતા અને 10 માં ધોરણમાં 45 ટકા થી વધુ અંગ્રેજી વિષય સાથે પાસ કરેલ હોય તેમજ 168 સેમી કે તેથી વધુ ઉંચાઈ ધરવતા (એસ.ટી. માટે 162 સે.મી કે તેથી વધુ ) તેમજ 50 કિ.ગ્રા વજન અને 77 થી 82 સે.મી છાતી ધરવતા અપરણિત પુરૂષ ઉમેદવારોને તા 12/08/2024 થી 28/08/2024 સુધીમાં કચેરી સમય દરમિયાન પાસપોર્ટ ફોટા, એલ.સી, માર્કશીટ, જાતિનો દાખલો, ડોમીસાઈલ પ્રમાણપત્ર, બેંક પાસ બુક, આધાર કાર્ડ સાથે નિયત નમૂનામાં અરજી કરવા જણાવવામાં આવે છે.
અગ્નીવીર લેખિત પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોને તાલીમ માટે પ્રાધાન્ય આપવામાં આવશે, અરજી જીલ્લા રોજગાર વિનિમય કચેરી, મહીસાગર, જીલ્લા સેવા સદન, બીજો માળ, રૂમ નંબર-2229223 લુણાવાડા,જી.મહીસાગર ખાતે રૂબરૂમાં કરવા જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે ફોન નંબર- 02674-250306 પર સંપર્ક કરવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવેલ છે.