
સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરતી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલા ડેમેટ્રિએડ્સના ભાઈ એગિસિયાલરોસ ડેમેટ્રિએડ્સની ધરપકડ કરી છે. એનસીબીએ તેની પાસેથી હશીષ અને અલ્પ્રાજોલમની ગોળીઓ કબજે કરી છે. ડ્રગ્સ કેસમાં ડ્રગ્સ પેડલર્સની ધરપકડ થયા પછી ડ્રગ્સ ડિલીંગમાં તેની ભૂમિકા સામે આવી હતી અને ત્યારબાદ તેની ધરપકડ થઈ હતી
એનસીબીના જણાવ્યા મુજબ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલી ઘણી વ્યક્તિના સંપર્કમાં એગિસિયાલરોસ ડેમેટ્રિએડ્સ હોવાના કારણે તેની ધરપકડ કરી હતી. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે, ‘આરોપી સુશાંત-રિયા કેસમાં ડ્રગ્સના વેપારીઓ સાથે સંપર્કમાં છે. આરોપીનો આ કેસ સાથે સીધો સંબંધ છે અને તેથી તેની ધરપકડ કરવામાં આવી છે. અનીસીબીને તેની બે દિવસની કસ્ટડી મળી છે.
હાલમાં જ એનસીબી અધિકારીઓ દ્વારા એક રિપોર્ટ કહેવામાં આવ્યું હતું અને જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અર્જુન રામપાલ શાહરૂખ ખાનના ઘરે ડ્રગ્સ પહોંચાડતો હતો. એક ન્યૂઝ પેપરના અહેવાલ મુજબ એનસીબીના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ડ્રગ્સ પેડલરના સુત્ર દ્વારા બાતમી મળી છે કે અર્જુન શાહરૂખને ત્યાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો.