ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના પ્રારભં વંદેમાતરમ ગાનથી થયો હતો.વિધાનસભાની પેટા ચુટણી બાદ પ્રથમ વખત ચોમાસુસત્ર મળી રહયુ છે.ગૃહ ચાલુ થયા બાદ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ અર્જુનભાઈ મોઢવાડીયા, સી.જે.ચાવડા, અરવિદ લાડાણી અને ચિરાગ પટેલે એક સાથે ગૃહમાં એન્ટ્રી કરી મૂળ ભાજપના સભ્યો મને-કમને પાટલી થપથપાવી ને તમામ નુ સ્વાગત કયુ.જો કે મોઢવાડીયા ગૃહ શ થયું એ પહેલા જ ગૃહમાં બેસી ગયા હતા.
પણ આ મેગા ગ્રાન્ડ એન્ટ્રી માટે એમને ગૃહ માંથી પાછા બહાર મોકલ્યા હતા.અગાઉ વિધાનસભા વિરોધ પક્ષના નેતા રહી ચુકેલા અર્જુન મોઢવાડિયાને અધ્યક્ષની પીઠ સામે પહેલી હરોળમા સ્થાન મળ્યુ છે. તેઓ વિપક્ષના નેતા રહી ચૂકયા હોવાથી આ સ્થાન ઉપલબ્ધ થયુ છે.વિધાનસભામા બેસવાની જગ્યા બદલાતા અર્જુન મોઢવાડિયા પોતાની જૂની જગ્યાએ પડેલી ગાદી લઇને નવી જગ્યાએ તેને મૂકીને ગૃહમા બેઠા હતા.અગાઉ વિપક્ષમા રહેતા ડો.સી.જે. ચાવડા હવે ભાજપના ધારાસભ્ય છે, ત્યા પહેલાથી જ અડધો ડઝન પૂર્વ મંત્રીઓ બેસે છે.તયા સી.જે.ચાવડાને અધ્યક્ષની સામે પરંતુ બીજી હરોળમા પૂર્વ રાય મંત્રી કેશોજી ચૌહાણની બાજુમા સ્થાન મળ્યુ છે.