અર્જૂન કપૂરની બર્થડે પાર્ટીમાં લેડી લવ મલાઇકા ગાયબ! શું ખરેખર બ્રેકઅપ થઇ ગયું?

બોલિવૂડ કપલ મલાઇકા અરોરા અને અર્જૂન કપૂરના સંબંધોમાં ખરેખર તિરાડ પડી? શું આ સાચું છે? આ સવાલનો જવાબ ફેન્સ છેલ્લાં ઘણાં સમયથી પૂછી રહ્યાં છે. જો કે આ બન્નેએ એમના સંબંધો વિશે કોઇ ઓફિશિયલી જાણકારી આપી નથી. આમ, બ્રેકઅપની અફવાઓ વચ્ચે અર્જૂન કપૂરના બર્થડે બેશમાં મલાઇકા અરોરાની ગેરહાજરી જોવા મળી હતી.

આ વાતને લઇને લોકોના મનમાં અનેક સવાલો થઇ રહ્યાં છે. આમ વાત કરવામાં આવે તો અર્જૂન કપૂરના ૩૯માં બર્થ ડે પર એક પાર્ટી રાખવામાં આવી હતી જેમાં મલાઇકા ગાયબ જોવા મળી.