સર્બિયા : બેલગ્રેડની સ્કૂલમાં ધો.૭ના વિદ્યાર્થીએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું, ૮ બાળકો સહિત ૯ના મોત

બેલગ્રેડ,સર્બિયા ની રાજધાની બેલગ્રેડમાં વિદ્યાર્થી દ્વારા ફાયરિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બીબીસીના અહેવાલો અનુસાર ૧૪ વર્ષના વિદ્યાર્થીએ શાળામાં વિદ્યાર્થીઓ અને સુરક્ષાકર્મીઓ પર ફાયરિંગ કર્યું છે. સ્થાનિક સમાચાર એજન્સી તંજુગના અહેવાલને ટાંકીને બીબીસીએ જણાવ્યું કે, ફાયરિંગમાં ઓછામાં ઓછા ૯ લોકોના મોત થયા છે. મૃતકોમાં ૮ બાળકોનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે સાતમાં ધોરણના વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે.

સર્બિયા પોલીસને ટાંકીને જણાવ્યું કે, બેલગ્રેડ સ્કૂલમાં ગોળીબારમાં ૮ બાળકો સહિત સુરક્ષા કર્મચારીઓનું પણ મોત થયું છે. સબયાઈ પોલીસે કહ્યું કે સ્કૂલમાં થયેલા ફાયરિંગ ઘણા લોકોને ગોળી વાગી છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટના રાજધાની બેલગ્રેડમાં આવેલી એક સ્કૂલમાં થઈ છે. પોલીસે કહ્યું કે, ધોરણ-૭ના વિદ્યાર્થીની ધરપકડ કરી લેવામાં આવી છે.

શિક્ષકે જણાવ્યું કે, આ ફાયરિંગમાં સ્કૂલના સુરક્ષા કર્મચારીનું મોત થઈ ગયું છે. શિક્ષકે કહ્યું કે, મેં તે સુરક્ષા કર્મચારીને ટેબલની નીચે પડેલો જોયો… જ્યારે બે વિદ્યાર્થીનીના શર્ટ પર લોહી હતું… તેમણે કહ્યું કે, ફાયરિંગ કરનાર વિદ્યાર્થી શાંત સ્વભાવનો સારો વિદ્યાર્થી હતો… તે વિદ્યાર્થી તાજેતરમાં શિક્ષકના વર્ગમાં જોડાયો હતો.

જ્યાં ફાયરિંગની ઘટના બની, તે વિસ્તારને પણ પોલીસે બ્લોક કરી દીધો છે. પોલીસે એક નિવેદનમાં કહ્યું કે, ઈજાગ્રસ્તોના સારવાર ચાલી રહી છે અને ગોળીબારના કારણોની તપાસ કરી રહી છે.