ફતેપુરા આઈ.કે. દેસાઈ હાઈસ્કૂલમાં અર્બન બેંકના ડિરેક્ટરની ચૂંટણી યોજાઈ…

  • ફતેપુરા આઈ કે દેસાઈ હાઈસ્કૂલમાં અર્બન બેંકના ડિરેક્ટરની ચૂંટણી યોજાઈ…
  • અર્બન બેંક સંતરામપુરની આજરોજ ફતેપુરા મુકામે તેમજ આવતીકાલે સંતરામપુર મુકામે તેમજ કડાણા મુકામે ચૂંટણી યોજાશે
  • ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ચૂંટણી યોજાઈ..
તસ્વીર : સંજય કલાક

સંતરામપુર અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ સંતરામપુર અને ફતેપુરા શાખા તેમજ કડાણા શાખા આવેલ તેવી અર્બન બેંકના ડિરેક્ટરોની આજરોજ ચૂંટણી યોજવામાં આવેલ હતી ડિરેક્ટર પદની 11 જગ્યાઓ માટે 19 ઉમેદવારોએ પોતાનું ભવિષ્યમાં ભાગ્ય અજમાવેલ છે કડક સુરક્ષા પોલીસ બંદોબસ્ત હેઠલ ફતેપુરા મુકામે આવેલ શ્રી આઇ કે દેસાઈ સ્કૂલમાં ચૂંટણી યોજવામાં આવેલ છે. જેમાં ફતેપુરાના સભાસદો મતદાન કરશે જ્યારે આવતીકાલે રવિવારના રોજ સંતરામપુર મુકામે સંતરામપુરના મતદારો તેમજ કડાણા મુકામે કડાણા ના મતદારો સભાસદો પોતાનો મતનો ઉપયોગ કરી 19 ઉમેદવારોમાંથી 11 ઉમેદવારોને વિજય બનાવશે સંતરામપુર મુકામે અર્બન બેંકમાં સોમવારના રોજ યોજાયેલ ચૂંટણીનું મતગણતરી હાથ ધરવામાં આવશે સામાન્ય વિભાગમાં ડિરેક્ટર પદ ની સાત ખાલી જગ્યાઓ માંટે નવ ઉમેદવારે ઉમેદવારી નોંધાવેલ છેસ્ત્રી વિભાગમાં ડિરેક્ટર પદ માટે બે ખાલી જગ્યાઓ માટે ચાર ઉમેદવારો ઉમેદવારી નોંધાવેલ છે. ખેડૂત વિભાગમાં ડિરેક્ટર પદ માટે એક ખાલી જગ્યા માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છેએસ ટી અને એસ સી વિભાગમાં ડિરેક્ટર પદ માટે એક ખાલી જગ્યા માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે