હિંમતનગર, ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ જોવા મળે છે. એનું કારણ દરરોજ પર પ્રાંતમાંથી ટ્રકોની ટ્રકો ભરીને દારૂ કોઈને કોઈ યુક્તિ દ્વારા બુટલેગરો ગુજરાતમાં ઘુસાડવામાં ક્યાંક સફળ થતા હોય છે તો ક્યાંક પોલીસ ઝડપી લેતી હોય છે. ત્યારે આજે વધુ એક વખત શામળાજી બોર્ડર પર મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો છે.
શામળાજી બોર્ડરથી રૂ.૪૮.૪૯ લાખ જેટલી માતબર રકમનો વિદેશી દારૂ પકડાયે હજુ ૨૪ કલાક થયા નથી. ત્યાં ફરી એક વખત પર પ્રાંતમાંથી આયશર ટ્રકમાં મુકેલા વોટર એસી કુલરમાં સંતાડીને લઈ જવાતો રૂ.૧૪.૪૬ લાખની કિંમતનો ૨૧૪ પેટી વિદેશી દારૂ ઝડપાયો છે.
શામળાજી પોલીસને બાતમી હતી કે, આયશર ટ્રકમાં મુકેલા વોટર એસી કુલરના ખાલી બોક્ષમાં દારૂની પેટીઓ છે અને એ ગુજરાતમાં ઘુસાડવા શામળાજી બોર્ડરથી પસાર થવાની છે. એ અનુસાર પોલીસે વાહન ચેકીંગ હાથ ધરતા આયશર ટ્રક દારૂ સાથે ઝડપાઇ ગઈ હતી. પોલીસે આયશર ટ્રક સહિત રૂ.૨૪.૪૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે.