અરવલ્લી, અરવલ્લી જિલ્લામાં પતિ દ્વારા પત્નીની હત્યા કરવાનો બીજો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં મેઘરજ તાલુકાના મોટી ભુવાલ ગામે પતિએ કુહાડીના આડેધડ ઘા ઝીંકીને પત્નીને રહેંસી નાંખી હતી. જે બાદ પતિએ પોતાના ગળામાં કુહાડી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.આ અંગે મૃતકના પુત્ર લક્ષ્મણ ડામોરે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ભુવાલ ગામે તે પોતાના પિતા નાનાભાઈ અને માતા મોંઘીબેન સાથે રહે છે.
રાતે તે પોતાની સાસરીમાં ગયો, ત્યારે ઘરે માતા-પિતા એકલા જ હતા. સવારે તે જ્યારે સાસરીમાંથી ઘરે આવ્યો, ત્યારે તેણે માતા મોંઘીબેનને લોહીના ખાબોચિયામાં મૃત અવસ્થામાં જોતા ચક્કર ખાઈ ગયો હતો. જ્યારે તેમની બાજુમાં કુહાડી પડી હતી. જ્યારે ઘરના બહારના ભાગમાં પિતાના ગળામાંથી પણ લોહી નીકળતુ હોય તે જીવિત હતા. આથી લક્ષ્મણ ડામોરે મેઘરજ પોલીસને જાણ કરતાં મેઘરજ પોલીસ, અરવલ્લી ન્ઝ્રમ્, ર્જીંય્ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.જેમણે સૌ પ્રથમ ઈજાગ્રસ્ત નાનાભાઈ ડામોરને સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યારે મોંઘીબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મેઘરજ ઝ્રૐઝ્ર ખસેડ્યો હતો.પ્રાથમિક તપાસમાં નાનાભાઈએ કુહાડીના આડેધડ ઘા ઝીંકીને મોંઘીબેનની હત્યા કર્યા બાદ પોતે પણ ગળામાં કુહાડીનો ફટકો મારીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જો કે નાનાભાઈએ ક્યા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલ તો પોલીસે પુત્ર લક્ષ્મણ ડામોરની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય એક દિવસ અગાઉ પણ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના નવા ઉંટરડા ગામે આવો જ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં એક આધેડે ગ્રાઈન્ડર મશીન વડે પત્નીનું ગળું કાપી હત્યા કર્યા બાદ પોતે પણ ફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી હતી.