અરવલ્લી જિલ્લામાં પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. અરવલ્લી એલસીબીની ટીમે કિશોરપુરા ચોકડી પાસેથી એક કાર સાથે બે શખ્શોને ઝડપી લેવામાં આવ્યા છે. જે બંનેની કારમાંથી પોલીસને ૧૧ જેટલી મોબાઈલ ટાવરની બેટરીઓ મળી આવી હતી. જેની પૂછપરછ કરતા તે ચોરીની હોવાનું સામે આવ્યું હતુ.
બંને આરોપીઓએ રાજ્યમાં ૩૧ પોલીસ મથક વિસ્તારમાં ચોરીના ગુના આચર્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેઓએ ૫૯ જેટલા મોબાઈલ ટાવરની બેટરીઓની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.એલસીબીની ટીમે બંને આરોપીઓને ઝડપી લઈને તેમની ગેંગમાં સામેલ અન્ય આરોપીઓને ઝડપવા માટે તપાસ શરુ કરી છે.