’એપ્રિલ ફૂલ ડે’ ૧લી એપ્રિલે જ કેમ ઉજવવામાં આવે છે?

  • આ દિવસે લોકો તેમના મિત્રો, નજીકના લોકો અથવા પરિવારના સભ્યોને મૂર્ખ બનાવીને ઉજવણી કરે
  • એપ્રિલ ફૂલ ડેની શરૂઆત ૧૩૮૧માં થઈ હતી.

અમદાવાદ,૧ એપ્રિલના રોજ ફૂલ (મૂર્ખ) ડે એટલે કે ’એપ્રિલ ફૂલ ડે’ સમગ્ર વિશ્ર્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો તેમના મિત્રો, નજીકના લોકો અથવા પરિવારના સભ્યોને મૂર્ખ બનાવીને ઉજવણી કરે છે. લોકો સાથે પ્રેક્ધ કર્યા પછી તેઓ ઉત્સાહમાં એપ્રિલ ફૂલ ડેની બૂમો પાડે છે. પહેલા આ દિવસ ફ્રાન્સ અને કેટલાક અન્ય યુરોપીયન દેશોમાં જ ઉજવવામાં આવતો હતો, પરંતુ ધીમે ધીમે સમગ્ર વિશ્ર્વના દેશોમાં એપ્રિલ ફૂલનો દિવસ ઉજવવાની શરૂઆત થઈ.

જો કે એપ્રિલ ફૂલ ડે શા માટે ૧ એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે તેના કોઈ નક્કર પુરાવા નથી, પરંતુ તેના વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત છે. જેમાંથી એક મુજબ એપ્રિલ ફૂલ ડેની શરૂઆત ૧૩૮૧માં થઈ હતી. એવું કહેવાય છે કે, તે સમયે રાજા રિચાર્ડ અને બોહેમિયાની રાણી એનએ જાહેરાત કરી કે, તેઓ ૩૨ માર્ચ, ૧૩૮૧ના રોજ સગાઈ કરવા જઈ રહ્યા છે. સગાઈના સમાચાર સાંભળીને જનતા ખુશ થઈ ગઈ, પરંતુ ૩૧ માર્ચ ૧૩૮૧ના રોજ લોકો સમજી ગયા કે ૩૨ માર્ચ તો આવતી નથી. આ પછી લોકોને સમજાયું કે તેઓને મૂર્ખ બનાવવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે ત્યારથી ૩૨ માર્ચ એટલે કે ૧ એપ્રિલને ફૂલ ડે તરીકે ઉજવવામાં આવે છે. કેટલીક વાર્તાઓ અનુસાર, એપ્રિલ ફૂલનો દિવસ ૧૩૯૨માં શરૂ થયો હતો.

કેટલીક વાર્તાઓ અનુસાર, નવું વર્ષ સૌપ્રથમ ૧લી એપ્રિલે યુરોપિયન દેશોમાં ઉજવવામાં આવ્યું હતું. પરંતુ, જ્યારે પોપ ગ્રેગરી ૧૩એ નવું કેલેન્ડર અપનાવવાનો આદેશ આપ્યો, ત્યારે નવું વર્ષ ૧ જાન્યુઆરીથી ઉજવવાનું શરૂ થયું. કેટલાક લોકો હજુ ૧લી એપ્રિલે જ નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા. પછી આવા લોકોને મૂર્ખ સમજીને મજાક ઉડાવવામાં આવી. આ રીતે એપ્રિલ ફૂલ ડેની શરૂઆત થઈ. જો કે, ૧૯મી સદી સુધીમાં, એપ્રિલ ફૂલનો દિવસ ખૂબ જ લોકપ્રિય બની ગયો હતો.

સમગ્ર વિશ્ર્વમાં ૧લી એપ્રિલના રોજ એપ્રિલ ફૂલ ડે ઉજવવાની અલગ અલગ રીતો છે. જો ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને આફ્રિકન દેશોની વાત કરીએ તો ત્યાં એપ્રિલ ફૂલ ડે માત્ર ૧૨ વાગ્યા સુધી જ ઉજવવામાં આવે છે. તે જ સમયે, કેનેડા, અમેરિકા, રશિયા અને અન્ય યુરોપિયન દેશોમાં ૧ એપ્રિલના રોજ સમગ્ર દિવસ દરમિયાન એપ્રિલ ફૂલ ડે ઉજવવામાં આવે છે. કેટલાક અહેવાલો અનુસાર, આ દિવસની શરૂઆત ભારતમાં અંગ્રેજો દ્વારા ૧૯મી સદીમાં કરવામાં આવી હતી. આજના સમયમાં ભારતમાં પણ આ દિવસે લોકો મજાક ઉડાવે છે.